redmi-6-pro-looks-like-iphone-x-launch-in-india
  • Home
  • Technology
  • iPhone X જેવો દેખાતો Redmi 6 Pro ભારતમાં લૉન્ચ

iPhone X જેવો દેખાતો Redmi 6 Pro ભારતમાં લૉન્ચ

 | 2:59 pm IST

Xiaomi આજ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Redmi 6 Pro લૉન્ચ કર્યો છે. સાથે જ કંપનીએ ભારતમાં Redmi 6A અને Redmi 6 પણ લૉન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોન 3GB+32GBની કિંમત 10,999 4GB+64GBની કિંમત 12,999 છે. આ સ્માર્ટફોનમાં iPhone X જેવી નોચ આપવામાં આવી છે. આ Redmi સીરિઝનો પહેલો સ્માર્ટફોન છે તેમા નોચ આપવામાં આવ્યો છે.

Redmi 6 Proની પહેલું વેચાણ 11 સપ્ટેમ્બરે 12થી શરૂ કરાશે. ગ્રાહકો તેને Xiaomiની વેબસાઈટ પરથી મેળવી શકાશે. સાથે સાથે તેને Mi હોમ્સ અને ઓફલાઈન પાર્ટનર્સ પર મળશે. લૉન્ચ ઓફરમાં HDFCના ડેબિટ-ક્રેડિટ અને EMI ટ્રાન્ઝેક્શન પર 500ની છૂટ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન રેડ, બ્લેક અને ગોલ્ડ અને બ્લૂ કલર ઓપ્શનમાં મળશે.

ડ્યૂઅલ સપોર્ટવાળો આ Redmi 6 Pro એન્ડ્રોઈડ MIUI 9 પર ચાલે છે. 5.84 ફુલ HD+ 1080×2280 પિક્સલ આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોન 3GB – 4GB રેમ Adreno 506 GPU સાથે 2GHz ઓક્ટ્રાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સાથે સાથે તેમાં ફેસ અનલોક પણ આપવામાં આવ્યો છે.

ફોટોગ્રાફીમાટે Redmi 6 Proમાં રિયર ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યો છે. તેનો પહેલો કેમેરો 12 મેગાપિક્સલ છે જ્યારે બીજો કેમેરા 5 મેગાપિક્સલ છે. સાથે સાથે તેમાં LED ફલેશ સપોર્ટ તેમજ ફ્રંટમાં AI પોટ્રેટ મોડ તેમજ HDR સાથે 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનામાં 32GB અને 64GB ઈન્ટરનલ મેમરી છે, કાર્ડની મદદથી જેને 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n બ્લૂટૂથ માઈક્રો USB અને 3.5mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનામાં 4000mAh બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન