Technology: redmi 8 to go on sale today price offers
  • Home
  • Featured
  • Xiaomiના આ દમદાર સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત માત્ર 6,499 રૂપિયા

Xiaomiના આ દમદાર સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત માત્ર 6,499 રૂપિયા

 | 12:39 pm IST

Xiaomiના એન્ટ્રી લેવલના Redmi 8A સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગ્રાહકો ફ્લિપકાર્ટ, શાઓમીની વેબસાઇટ અને મી હોમ સ્ટોર્સથી ખરીદી કરી શકે છે. રેડમી 8 માં સ્નેપડ્રેગન 439 પ્રોસેસર અને ડ્યુઅલ રીઅર કેમેરા આપવામાં આવે છે. તેમજ આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી સાથે 18Wનું ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ મળે છે.

Redmi 8 ની પ્રારંભિક કિંમત 6,499 રૂપિયા છે. આ કિંમત 3 જીબી + 32 જીબી વેરિએન્ટની છે. તેમજ 4 જીબી + 64 જીબી વેરિએન્ટ્સની કિંમત 8,999 રૂપિયા છે. જોકે તેની કિંમત ફ્લિપકાર્ટ અને શાઓમી ઇન્ડિયાની વેબસાઇટ પર 7,999 રૂપિયા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ ફોનના 4 જીબી + 64 જીબી વેરિઅન્ટના પ્રથમ 5 મિલિયન યુનિટ્સ 6,499 રૂપિયામાં વેચવામાં આવશે.

રેડમી 8 ગ્રાહકો માટે ઓનિક્સ બ્લેક, રૂબી રેડ અને સેફાયર બ્લુ કલર વિકલ્પોમાં આવે છે. સેલમાં એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ ગ્રાહકોને કંપનીની વેબસાઇટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. બીજી તરફ નો-કોસ્ટ ઇએમઆઈ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફ્લિપકાર્ટ પર 5 ટકા કેશબેક આપે છે.

આ વીડિયો પણ જુઓ: બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર નહોતી બની : CJI

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન