Redmi 9 Prime Will Be launch on 4th August, Know the 5 Specifications
  • Home
  • Featured
  • 4 ઓગસ્ટે લોન્ચ થશે Redmi 9 Prime, જાણો 5 સૌથી અગત્યની વાતો

4 ઓગસ્ટે લોન્ચ થશે Redmi 9 Prime, જાણો 5 સૌથી અગત્યની વાતો

 | 3:31 pm IST

Xiaomiની સબ બ્રાન્ડ Redmi પોતાનો બજેટ સ્માર્ટફોન સીરિઝ Redmi 9 Primeને 4 ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ કરશે. આ સ્માર્ટપોનને 6 ઓગસ્ટથી શરૂ થનાર Amazon Prime Day Saleમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. Xiaomi Indiaના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને આ સ્માર્ટફોનનું ટીઝર પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. તેમાં ફોનનાં થોડા ફિચર્સ વિશે પણ જાણકારી મળી છે. આ સ્માર્ટફોન કંપની 10 હજાર રૂપિયાની પ્રાઈસ રેન્જમાં ભારતમાં લોન્ચ કરી શકે છે.

Redmi 9 Primeમાં 6.53 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં વોટરડ્રોપ નોચ ફીચર પણ આપવામાં આવી શકે છે. તેના રિઝોલ્યુશનની વાત કરવામાં આવે તો તે 1,080 X 2,340 પિક્સલની સાથે આવી શકે છે. તેમજ Redmi 9 Primeના પ્રોસેસરની વાત કરીએ તો તે MediaTekના ગેમિંગ પ્રોસેસર Helio G80 SoCની સાથે આવી શકે છે. ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસરનો ઉપયોગ થઈ શકે છે. ફોન 3GB RAM ઓપ્શન સાથે આવી શકે છે.

ફોનના બેકમાં ક્વાડ રિયર કેમેરા સેટ આપ આપવામાં આવી શકે છે. ફોનમાં 13MPનું પ્રાયમરી સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 8MP + 5MP + 2MPના અન્ય 3 કેમેરા પણ આપવામાં આવી શકે છે. સેલ્ફી માટે તેમાં 8MPનો કેમેરો હોઈ શકે છે. ફોનમાં 5,020mAhની દમદાર બેટરી ઉપરાંત USB Type-C અને ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ હોઈ શકે છે. ફોન Android 10 પર આધારિત કસ્ટમાઈઝ્ડ MIUIની સાથે આવી શકે છે.

આ વીડિયો પણ જુઓઃ અયોધ્યા નગરીમાં કડક સુરક્ષા બંદોબસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન