redmi go goes on open sale from today on flipkart and others
  • Home
  • Technology
  • હવે સસ્તો સ્માર્ટફોન Redmi Go ખરીદવો થયો વધુ સરળ, જાણો કયા મળશે

હવે સસ્તો સ્માર્ટફોન Redmi Go ખરીદવો થયો વધુ સરળ, જાણો કયા મળશે

 | 4:12 pm IST

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiની સબ-બ્રાન્ડ Redmiએ થોડા સમય પહેલા સસ્તો ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનનું નામ રેડમી ગો છે. આ ફોન ઓપન સેલમાં ઉપલબ્ધ કરાયો છે. હવેથી, રેડમી ગો Mi.com, ફ્લિપકાર્ટ અને મી હોમ સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ ફોન 20 ભારતીય ભાષાઓને સમર્થન આપે છે. આ કંપનીનો પહેલો ફોન છે જે એન્ડ્રોઇડ ગો એડિશન પર કામ કરે છે. આ ફોન બજારમાં સેમસંગ ગેલેક્સી જે 2 કોર અને નોકિયા 1 ને ટક્કર આપશે. આવો જાણીએ આ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત વિશે.

આ સ્માર્ટફોનને પહેલેથી જ ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો. ગ્લોબલી લોન્ચ થયેલ Redmi Goનાં ફીચર્સની વાત કરીએ તો ગૂગલના Android Go પ્લેટફોર્મ પર કામ કરે છે.

ફોનમાં ગૂગલની લાઇટ ગો એપ્લિકેશન આપવામાં આવી છે. ફોન ફંકી કલર ઓપ્શન્સ બ્લુ, રેડ અને બ્લેકમાં લોન્ચ કરાયો છે. તેમાં 5 ઇંચનું એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન ક્વોડકોર 425 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ પ્રોસેસરને મુખ્યત્વે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન માટે તૈયાર કરાવામાં આવ્યું છે. ફોનમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. ફોનના ઇન્ટરનલ સ્ટોરેજ માટે માઇક્રોસોડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. તેમજ ભારતમાં આ ફોનની કિંમત રૂપિયા 4,499ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન