redmi may be launched laptop along with redmi x smartphone
  • Home
  • Featured
  • Xiaomiના Redmi સ્માર્ટફોન બાદ ધૂમ મચાવશે આ Redmi Laptop

Xiaomiના Redmi સ્માર્ટફોન બાદ ધૂમ મચાવશે આ Redmi Laptop

 | 12:05 pm IST

Mi Notebook Air 12.5-Inch (2019)ના લોન્ચ થયા બાદ Xiaomiએ પણ તેના નોટબુક લેપટોપના બે નવા પ્રકારો રજૂ કર્યા છે.Xiaomiના એમઆઈ નોટબુક એર 13.3-ઇંચ (2019) અને એમઆઈ નોટબુક 15.6-ઇંચ (2019) બહાર આવશે. બંને લેપટોપ ઇન્ટેલ કોર i5 સીપીયુ અને 8 જીબી રેમ સાથે આવે આવશે. એમઆઈ નોટબુક 15.6 (2019) હાલમાં ફક્ત ચીનમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનિય છે કે Xiaomiની સબ-બ્રાન્ડ રેડમી Redmi ચીનમાં તેના સ્માર્ટફોન Redmi X સાથે રેડમી લેપટોપ પણ માર્કેટમાં વેચશે.

નોટબુકની રેન્જ જેટલી હોઈ શકે છે આ લેપટોપની કિંમત
એક અહેવાલ પ્રમાણે કંપની Redmi ફ્લેગશિપ ફોન સાથે નવા રેડમી લેપટોપને પણ બજારમાં રજૂ કરી શકે છે. આવી શક્યતા છે કે રેડમી લેપટોપ Xiaomi Mi Notebookથી ઓછી કિંમતે રજૂ કરવામાં આવી શકે છે. તેને પ્લાસ્ટિક બોડી સાથે લાવવામાં આવી શકે છે.

Redmi Xની વાત કરીએ તો તેમાં Snapdragon 855 પ્રોસેસર હશે. સાથે રીઅરમાં ટ્રીપલ કેમેરા સેટઅપ અને સેલ્ફિ કેમેરો 32 મેગાપિક્સલનો હોઈ શકે છે. રેડમી લેપટોપ Xiaomi એમઆઈ નોટબુકથી ઓછી કિંમત પર રજૂ કરવામાં આવી શકે છે. ફોનને ત્રણ રંગોમાં રજૂ કરવામાં આવી શકે છે. આ ફોનની સ્ક્રીન પણ 6.39 ઇંચની હશે. તેમજ એન્ડ્રોઇડ પાઇ 9 (Pie 9) ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે.

સિક્યોરિટી ફીચર્સ તરીકે આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હશે. આ ફોન સ્નેપડ્રેગન 855 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. તાજેતરમાં એક અહેવાલથી આ ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ પર આધારિત મીયુઆઇ 10 હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન