oppo f9 price cut in india ahead of festive sale
  • Home
  • Technology
  • Oppoના સ્માર્ટફોનની કિંમત ઘટાડો, iPhone Xની જેમ કટ-આઉટ પણ મળશે

Oppoના સ્માર્ટફોનની કિંમત ઘટાડો, iPhone Xની જેમ કટ-આઉટ પણ મળશે

 | 12:39 pm IST

Oppoએ ફેસ્ટિવ સીઝન શરૂ થતાં જ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Oppo F9ની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. Oppo F9ની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. હવે આ ફોનને 18,990 રૂપિયામાં ખરીદી શકાશે. Oppo F9ના ખાસ ફિચર્સની વાત કરીએ તો તેમાં નૉચ ડિસ્પ્લે મળશે અને સાથે જ VOOC ફાસ્ટ ચાર્જિંગ મળશે.

Oppo F9ના ફિચર્સ
Oppo F9 પ્રો ત્રણ કલર વેરિએન્ટ્સમાં મળશે. જેમાં સનરાઇઝ રેડ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Oppo F9 પ્રોમાં ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવશે અને બેક પેનલ પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

સાથે જ iPhone Xની જેમ જ કટ-આઉટ પણ મળશે. ફોનમાં યૂએસબી ટાઇપ ચાર્જિંગ પોર્ટ, 3.5 એમએમનો હેડફોન જેક તથા VOOC ફ્લેશ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે. આ ફ્લેશ ચાર્જિંગને લઇને કંપનીનું કહેવું છે કે 5 મિનિટની ચાર્જિંગમાં 2 કલાક સુધીનું બેટરી બેકઅપ મળશે.

Oppo F9 પ્રોના અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ ઑરિયો 8.1ની સાથે 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત તેમાં 2.0HHzનું મીડિયાટેક હિલિયો પી60 ઓક્ટાકોર પ્રોસેસર, 4જીબી રેમ તથા 64 જીબીની સ્ટોરેજ મળશે. જેને મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાશે.

આ ફોનમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ મળશે જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો હશે સાથે જ ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો હશે.