૧૯૩ વસ્તુઓ પરનો GST ઘટાડવામાં આવ્યો - Sandesh
  • Home
  • Mumbai
  • ૧૯૩ વસ્તુઓ પરનો GST ઘટાડવામાં આવ્યો

૧૯૩ વસ્તુઓ પરનો GST ઘટાડવામાં આવ્યો

 | 1:33 am IST

। મુંબઈ ।

જીએસટી અંતર્ગત ત્રણ તબક્કામાં વસ્તુઓના દર ઘટાડવામાં આવ્યા છે. એમાં ૨૨૮ પૈકી ૧૯૩ વસ્તુઓ પરના ટેક્સ ૨૮ ટકામાંથી ૧૮ ટકા જેટલા ઓછા કરાયા છે. ૧૮ ટકા અને ૧૨ ટકાના કર દરના સ્લેબની કેટલીક વસ્તુઓના કર દર હજી ઓછા કરવામાં આવ્યા છે જ્યારે કેટલીક વસ્તુઓ પર કરમાફી આપવામાં આવી હોવાની માહિતી નાણા પ્રધાન સુધીર મુનગંટીવારે આપી છે.

જે વસ્તુઓના ટેક્સ રેટ ૨૮ ટકામાંથી ૧૮ ટકા કરવામાં આવ્યા છે એમાં મુખ્યત્યવે પ્લાયવૂડ, વિનિયર પેનલ્સ, સ્ટોવ, કાંડા ઘડિયાળ, ફ્રીઝ, ફ્રીઝર, વોટર કૂલર, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર, જેવી વસ્તુઓ સામેલ છે.

બોટલબંધ પાણી, કંડેન્સ્ડ મિલ્ક, ખેતીની મશીનરી, વનીકરણ માટેના યંત્રોના ભાગ પરના દર ૧૮ ટકામાંથી ૧૨ ટકા કરાયા છે.

૧૮ અને ૧૨ ટકાના સ્લેબમાં કોમ્પ્યુટર સોફ્ટવેઅર, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી (સીડી રોમ), ૧૦૦૦ રૂપિયા પ્રતિ જોડી સુધીની કિંમતના પગરખા જેવી વસ્તુઓ પરના દર ઓછા કરીને ૫ ટકા જેટલા થયા છે. ઈલેક્ટ્રિક વાહનો પરના દર ૧૨ ટકામાંથી ઘટાડીને ૫ ટકા કરાયા છે. ઈલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જર અથવા ર્ચાિંજસ સ્ટેશન પરના દર ૧૮ ટકામાંથી ૫ ટકા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર માન્ય ર્ધાિમક યાત્રાળુઓ માટે વિમાન પ્રવાસ પરનો દર ઘટાડીને ૫ ટકા કરાયો છે.

૧૦૦ રૂપિયા સુધીની કિંમતની સિનેમા ટિકિટ પર કરના દર ૧૮ ટકામાંથી ૧૨ ટકા કરાયા છે અને ૧૦૦થી વધુ કિંમતની ટિકિટ પરના દર ૨૮ ટકામાંથી ૧૮ ટકા કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;