મોંઘવારીએ આપ્યા ખુશીના સમાચાર, હરખ છે સરકાર-પ્રજાના ચહેરા પર - Sandesh
  • Home
  • India
  • મોંઘવારીએ આપ્યા ખુશીના સમાચાર, હરખ છે સરકાર-પ્રજાના ચહેરા પર

મોંઘવારીએ આપ્યા ખુશીના સમાચાર, હરખ છે સરકાર-પ્રજાના ચહેરા પર

 | 7:08 pm IST

આર્થિક મોરચે સામાન્ય વ્યક્તિની સાથોસાથ સરકાર પણ રાહતનો દમ લે તેવા અહેવાલ મળ્યા છે. ગ્રાહક મુલ્ય સુચકાંક આધારિત મોંઘવારીનો દર (સીપીઆઈ) ચાર મહિનાની નીચી સપાટીએ છે. બીજા શબ્દોમાં કહીએ તો સીપીઆઈ-છૂટક મોંઘવારીનો દર ચાર મહિનાની નીચે સપાટીએ પહોંચી ગયો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારીનો દર 4.40 ટકા રહ્યો છે.

સરકારે જાહેર કરેલી આંકડાકીય માહિતી પ્રમાણે મોંઘવારનો દર છેલ્લાં ચાર મહિનાની સૌથી નીચે સપાટીએ છે. નવેમ્બર 2017માં છૂટક મોંઘવારીનો દર 4.88 ટકા હતો. મોંઘવારીનો આ દર અપેક્ષા કરતાં પણ નીચો છે. કારણ કે ટોચના 30 અર્થશાસ્ત્રીઓએ આ દર 4.80 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.

સરકારે જાહેર કરેલી માહિતી પ્રમાણે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન 7.5 ટકા રહ્યું છે. જ્યારે ડિસેમ્બરમાં આ દર 7.1 ટકા હતો. ઔદ્યોગિક ઉત્પાદન પણ આ રીતે અપેક્ષા કરતાં ઊંચો રહેવા પામ્યો છે. ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 7.1 ટકા જ હતું. અગાઉ અર્થશાસ્ત્રીઓએ આ પ્રમાણ પણ 6.7 ટકા રહેવાની ધારણા મુકી હતી.

શાકભાજી અને નાશવંત વસ્તુઓના ભાવમાં ઘટાડો થતાં મોંઘવારી દર ઘટાડો જોવા મળ્યો છે. મોંઘવારીનો દર જોકે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં વધારે છે.