સબસિડી વગરના ગેસના બાટલાના ભાવમાં ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • સબસિડી વગરના ગેસના બાટલાના ભાવમાં ઘટાડો

સબસિડી વગરના ગેસના બાટલાના ભાવમાં ઘટાડો

 | 8:11 pm IST

ગેસનાં સિલિન્ડરના ભાવમાં રૂ. 4.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. 1લી જાન્યુઆરીથી આ નવા ભાવ અમલમાં આવી ગયા છે. સરકારે 14.2 કિલોવાળા સબસિડી વગરના સિલેન્ડરની કિંમત રૂ.822.50થી ઘટાડી રૂ.818.00 કરી  છે. આ સાથે  19 કિલોના કોમર્શિયલ સિલેન્ડરની કિંમત પણ રૂ.1451થી ઘટી રૂ.1457 સુધી કરી દેવાઈ  છે. આ પ્રકારે કોમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં 4 રૂપિયા અને રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવાયો છે.

હવે ફેસબુક અને ટ્વિટરથી પણ એલપીજી ગેસ સિલિન્ડરને બુક કરાવી શકાશે.. આ સુવિધા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે. આ જાણકારી આઇઓસીનાં સત્તાવાર પેજનાં આપવામાં આવી છે.

જાન્યુઆરીમાં પ્રતિ સિલિન્ડર કેશ સબસિડી રૂ.320 મળશે. ડિસેમ્બર 2017માં આ ભાવ રૂ. 325.61 હતો. આ પ્રકારે સબસિડીમાં 4.61 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઘરેલૂ ગેસની કિંમતોમાં કિંમત ઓછી થવાનો ફાયદો માત્ર એ જ ગ્રાહકોને મળશે કે જે સબસિડી નથી લેતાં. આ પહેલાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પોતાનાં ગ્રાહકોને રાહત આપતા ફેસબુક અને ટ્વિટરનાં આધારે બુકિંગ સુવિધા પણ શરૂ કરી હતી.

માત્ર એટલું જ નહીં પરંતુ ફેસબુક પર સિલિન્ડર બુક કરવાની સાથે આપ પોતાનાં ત્રણ બુકીંગની હિસ્ટ્રી પણ જોઇ શકશો. આઇઓસી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાનો લાભ રાજ્યનાં લગભગ 30 લાખ ગ્રાહકોને મળશે.
આ માટે  સૌથી પહેલાં તમારા ફેસબુક એકાઉન્ટને લોગ ઇન કરો અને ત્યાર બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં ઓફિશીયલ પેજ https://www.facebook.com/IndianOilCorpLimited પર જાઓ. પછી ટૉપમાં જમણી બાજુએ આપને “Book Now”નું બટન જોવાં મળશે.

આ બટન પર તમે ક્લિક કરો. જેથી એક નવું વેબ પેજ ખુલશે. પછી સતત આ બટન પર ક્લિક કરો. જેમાં ત્યાર બાદ એલપીજી આઇડી માગવામાં આવશે. “Book Now”નો ઓપ્શન મળશે. પછી તમારા બુકિંગ કર્યા બાદ તમને તમારા મોબાઇલ નંબર પર કન્ફર્મેશન નંબર મળી જશે.