reel viral video man dance on hrithik roshan song got 6 million views
  • Home
  • Featured
  • ઋતિક રોશનની પણ આંખ અંજાઈ જાય એવો ડાન્સ કરીને આ યુવક છવાયો, VIDEOની ભારે ચર્ચા

ઋતિક રોશનની પણ આંખ અંજાઈ જાય એવો ડાન્સ કરીને આ યુવક છવાયો, VIDEOની ભારે ચર્ચા

 | 3:53 pm IST

સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ સ્ટાઈલ પસંદ પડી રહી છે. ડાન્સ વીડિયોના કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે લોકો રાતોરાત સ્ટાર બની ગયા હોય. હવે એક એવો જ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. એક શખ્સ ઋતિક રોશનના ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વિનય નામનો છોકરો ઋતિક રોશનના ગીત ધીરે ધીરે પર ડાન્સ કરી રહ્યો છે. તે એ જ રીતે ડાન્સ કરી રહ્યો છે જે રીતે ઋતિક રોશન ડાન્સ કરી રહ્યો હોય. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આા છોકરાના ડાન્સના દિવાના બની ગયા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન