NIFTY 9,794.15 +83.35  |  SENSEX 31,449.03 +235.44  |  USD 64.1150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • pics, જોઈ લો રીમા લાગૂની 1981થી શરૂ થયેલી અદાકારીની એક ઝલક

pics, જોઈ લો રીમા લાગૂની 1981થી શરૂ થયેલી અદાકારીની એક ઝલક

 | 11:13 am IST

બોલિવૂડમાં આદર્શ માતા તરીકે પ્રખ્યાત એવા રીમા લાગૂનું આજે વહેલી સવારે નિધન થયું છે. 59 વર્ષના રીમા લાગૂનો જન્મ 3 ફેબ્રુઆરી 1958માં થયો હતો. હાલ તેઓ ‘નામકરણ’ નામની ટીવી સિરિયલમાં પણ કામ કરી રહ્યા હતા. રીમા લાગૂનું નિધન વહેલી સવારે હાર્ટએટેક આવવાથી થયું હતુ. બોલિવૂડમાં સાજન, મેને પ્યાર કીયા, હમ આપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ, કલ હોના હો, વાસ્તવ જેવી સુપરહીટ ફિલ્મોમાં તેઓએ યાદગાર ભૂમિકા ભજવી છે. જો કે તેઓ તેમની ટીવી સિરિયલ શ્રીમાન-શ્રીમતી અને તુ તુ મેં મેંથી પણ લોકપ્રિય બન્યા હતા. રીમા લાગૂ હિન્દી ફિલ્મ ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. રીમા લાગૂએ ફિલ્મક્ષેત્રે પ્રવેશ 1981માં આવેલી ‘કલયુગ’ નામની ફિલ્મથી કર્યો હતો. આ ફિલ્મના મુખ્ય કલાકાર રેખા, શશી કપૂર, રાજ બબ્બર હતા. 80ના દાયકાથી શરૂ થયેલી રીમા લાગૂની અભિનયની યાત્રા તેમના અંતિમ દિવસો સુધી અવિરત રહી હતી. જોઈ લો તેમની આ યાત્રાની એક ઝલક તમે પણ.

;