NIFTY 9,904.15 +6.85  |  SENSEX 31,795.46 +24.57  |  USD 64.1500 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • એક સમયે રીમા લાગુ કહેવાતી સલમાનની મમ્મી, બંને વચ્ચેની આ વાત તમે નહિ જાણતા હોવ

એક સમયે રીમા લાગુ કહેવાતી સલમાનની મમ્મી, બંને વચ્ચેની આ વાત તમે નહિ જાણતા હોવ

 | 10:02 am IST

મમતા અને સ્નેહ સાથે માતાનો રોલ કરનારી રીમા લાગુનું બુધવારે રાત્રે નિધન થયું હતું. સલમાન ખાનના કરિયરમાં રીમા લાગુનુ બહુ મોટુ યોગદાન છે. સલમાન ખાનની અનેક મોટી ફિલ્મોમાં રીમા લાગુ જ તેમની માતાના રોલમાં હતી. પાછળથી તો એવી પરિસ્થિતિ પણ બની હતી કે, લોકો તેને સલમાન ખાનની માતા કહીને બોલાવવા લાગ્યા હતા. જોકે, રીમા લાગુ અને સલમાન ખાનની ઉમરમાં બહુ ફરક ન હતો, પરંતુ તેમના ચહેરા પર મમતા અને સ્નેહને કારણે રીલ લાઈફમાં તેઓ સલમાનની માતા બની ગયા હતા. બીજો સંયોગ એ પણ રહ્યો કે, જે ફિલ્મોમાં રીમા સલમાનની માતા બન્યા, તે તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યા હતા.

સૌથી પહેલા ફિલ્મ મૈને પ્યાર કિયા, જે સુપરહીટ રહી હતી. તેના બાદ પત્થર કે ફૂલ, સાજન, હમ સાથ સાથ હૈ અને જુડવા. ત્યાર બાદ હમ આપ કે હૈ કોનમાં તે સલમાનની હિરોઈન માધુરી દિક્ષીતની માતા બની હતી. આ ફિલ્મ બોલિવુડની સૌથી બેસ્ટ ફિલ્મ સાબિત થઈ હતી.

આ સાથએ જ મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કોન માટે તેમને 1990માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. આશિકી અને વાસ્તવ માટે પણ તેમને આ એવોર્ડ મળ્યો હતો.

1970ના અંતમાં અને 1980ની શરૂઆતમાં તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. તેમણે મરાઠી એક્ટર વિવેક લાગુ સાથે લગ્ન કર્યા હતા. જોકે, થોડા વર્ષો બાદ જ બંને અલગ થઈ ગયા હતા. તેમની એક દીકરી પણ છે. તેમણે શાહરૂખ ખાન, અનુપમ ખેર, કાજોલ, સંજય દત્ત અને માધુરી દિક્ષીત જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમની તમામ ફિલ્મો દર્શકોમાં હીટ રહી હતી.