રીવાબાએ દીકરીના નામની જાહેરાત કરતી વખતે વાટ્યો મોટો ભાંગરો, જાણો કરીને ક્લિક - Sandesh
NIFTY 10,614.55 -68.15  |  SENSEX 34,907.07 +-242.05  |  USD 68.0000 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રીવાબાએ દીકરીના નામની જાહેરાત કરતી વખતે વાટ્યો મોટો ભાંગરો, જાણો કરીને ક્લિક

રીવાબાએ દીકરીના નામની જાહેરાત કરતી વખતે વાટ્યો મોટો ભાંગરો, જાણો કરીને ક્લિક

 | 5:02 pm IST

તાજેતરમાં 7 જૂને રાત્રે 1.16 વાગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ રાજકોટમાં પુત્રીનો જન્મ આપ્યો હતો. રીવાબાએ પુત્રીની તસવીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. પુત્રીનું નામ નિધ્યાનાબા જાડેજા રાખ્યું હોવાની જાણ મિત્રો-ચાહકોને કરી હતી. જોકે દીકરીના નામની જાહેરાત કરતી વખતે રીવાબાએ ઉત્સાહમાં મોટો ભાંગરો વાટ્યો છે. રીવાબાએ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ દિવસ પહેલાં જે તસવીર મૂકી છે એમાં હેશટેગમાં #dauter લખ્યો છે જે સાવ ખોટો છે. રીવાબા પોતે એન્જિનિયરિંગનું ભણેલા છે અને લગ્ન પહેલાં તેમણે દિલ્હીમાં IASની પરીક્ષામાં માટેની ટ્રેઇનિંગ લીધી હતી. આ સંજોગોમાં તેને daughter એટલે કે દીકરીનો સ્પેલિંગ ન આવડતો હોય એ વાત ગળે ઉતરે એમ નથી.

નોંધનીય છે નિધ્યાના શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. નિધ્યાનાનો અર્થ તર્કની મદદ વિના થતું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન, આંતર દ્રષ્ટિ, આંતર જ્ઞાન અને સહજ જ્ઞાન થાય છે.

રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાયા હતા. લગ્ને બાદ 17 એપ્રિલ 2016ના રોજ સાંજે જ રવિન્દ્ર જાડેજાનું સિઝન્સ હોટેલ ખાતે રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાત લાયન્સ ટીમના ખેલાડીઓ સાફો બાંધી પહોંચ્યા હતા. તેમજ રાજકીય નેતાઓ તથા અનેક નામી હસ્તીઓ પણ આવી હતી.