આ પ્લાન્ટ કરે છે ઘરની હવા શુદ્ધ, ખરીદી લો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • આ પ્લાન્ટ કરે છે ઘરની હવા શુદ્ધ, ખરીદી લો તમે પણ

આ પ્લાન્ટ કરે છે ઘરની હવા શુદ્ધ, ખરીદી લો તમે પણ

 | 6:34 pm IST

ઘરમાં રાખવા માટે એવા પ્લાન્ટની જરૂર હોય છે જેમને ઘરમાં સૂર્યપ્રકાશની વધારે જરૂર પડતી હોય છે. ઘરની શોભા વધારતા ફૂલ છોડ ઘરનું સુશોભન તો વધારે છે, પણ સાથે-સાથે તે હવાને પણ શુદ્ધ કરે છે. તો આજે એવા પ્લાન્ટની વાત કરીએ જે હવાને પ્યુરિફાઈ કરતા હોય.

1. વાંસના પ્લાન્ટ ઘરમાં લગાવવાથી હવા શુદ્ધ થાય છે. તે વાતાવરણમાં રહેલ કાર્બન મોનોક્સાઇડ, બેન્જિન અને ક્લોરોફોર્મ જેવાં તત્વોનો નાશ કરે છે. આ ઉપરાંત તેને સૂર્યપ્રકાશની બહુ જરૂર પડતી નથી તેને કારણે તેને તમે લિવિંગ રૂમ અથવા બેડરૂમમાં પણ રાખી શકો છો.

2. જેમાં રબરના પ્લાન્ટનો સમાવેશ થાય છે. આવા પ્લાન્ટને તમે ઘરની બહાર આવેલી ઓપન સ્પેસમાં પણ રાખી શકો છો. જે દેખાવમાં તો સારા લાગે છે, સાથે જ તેના લાભ પણ ઘણા બધા છે.

3. ઘરની અંદર રાખવા માટે વાંસના પ્લાન્ટની જેમ સોપારીનો પ્લાન્ટ પણ એક સારો ઓપ્શન છે, જે દેખાવમાં આકર્ષક લાગે છે અને એરને પ્યુરિફાઈ કરવામાં મદદરૂપ પણ થાય છે.

4. આ ઉપરાંત રાત્રિના સમયે બેડરૂમમાં રાખવામાં આવેલા પ્લાન્ટને ડ્રોઇંગ રૂમ કે લિવિંગ રૂમના એરિયામાં મૂકવા જોઈએ, કેમ કે રાત્રે વનસ્પતિ ઓક્સિજનને બદલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે.