Astrology the famous feng shui before building a house
  • Home
  • Astrology
  • મકાનનું બાંધકામ કરાવતા પહેલા જાણીલો રેમેડિયલ ફેંગ શુઈ અંગે

મકાનનું બાંધકામ કરાવતા પહેલા જાણીલો રેમેડિયલ ફેંગ શુઈ અંગે

 | 8:00 am IST

ફેંગ શુઈના મતાનુસાર, મકાનના અમુક બાહ્ય તથા આંતરિક બાંધકામો સમસ્યા ઊભી કરવાવાળા હોય છે. તેમનો ‘ચી’ પર હંમેશા દુષ્પ્રભાવ જ પડતો હોય છે અને આવા મકાનમાં રહેવાવાળાને અસુવિધાનો અનુભવ થાય છે. આ પ્રકારના બાંધકામ માટે શું સાવધાનીઓ રાખવી જોઈએ તે વિશે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે.

કિનારા 

ફેંગ શુઈમાં ‘ચી’ નો પ્રવાહ અસ્તવ્યસ્ત તથા તેમાં બધા પડવાથી મુશ્કેલીઓ ઊભી થાય છે. હવાદાર શેરીઓ, કે જે ઊંચા મકાનોથી ઘેરાયેલી હોય, મકાનના ખૂણાઓમાંથી આવતી સર્પાકાર હવાનો સ્પષ્ટ અનુભવ કરી શકાય છે.

જ્યારે મોટા મકાનોના નિર્માણનું કામ ચાલી રહ્યું હોય અને દિવાલ વગરનો હોલ બનાવવામાં આવે છે ત્યારે, તેને મોટા-મોટા થાંભલાના સહારે છોડી દેવામાં આવે છે. તેનાથી ‘હોલ’માં ‘ચી’નો મુક્ત પ્રવાહ નથી મળતો, કારણકે થાંભલા હંમેશા ચોરસ હોય છે, જેમાં ચાર ખૂણા બહારની તરફ નીકળેલા હોય છે. આ ખૂણા ભાલા જેવા અણીદાર હોય છે, જે હોલ તરફ ‘ઝેરીલા તીર’ ફેંકે છે. તે ઉપરાંત થાંભલા રૂમના દ્રશ્યને પણ બાધિત કરે છે.

જો મકાનમાં ક્યાંય પણ અણીદાર ખૂણા હોય, તો તેને કોમળતા આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આનો એક ઉપાય છે છોડ અને બીજો છે રંગીન પડદા. ચોરસ થાંભલાની અણીદાર કિનારીઓની પાસે ઊંચા છોડના કૂંડા રાખો અથવા તેને રંગીન પડદા વડે ઢાંકી દો. અણીદાર થાંભલાને દર્પણ વડે સજાવી પણ શકાય છે. યોગ્ય એ છે કે થાંભલાઓને ચોરસના બદલે ગોળ આકાર આપો. આ આકાર વિશેષ પ્રકારનો અનુભવ કરાવે છે.

ફર્નીચરના પણ અણીદાર ખૂણા ઉપસેલા હોય તો, તેનાથી અસુવિધાનો અનુભવ થાય છે. આવો જ અનુભવ શેલ્વસ તથા અન્ય અણીદાર સાધનોથી થાય છે. આના દુષ્પ્રભાવથી બચવાનો એક ઉપાય એ છે કે, કપબોર્ડમાં પુસ્તકો રાખવા જોઈએ. પરંતુ શેલ્ફમાંથી કોઈએ એક પણ ચોપડી નીકાળી દીધી તો, કપબોર્ડમાંથી થાકેલી ઉર્જાની ઉત્પત્તિ થાય છે. શેલ્ફના હાનિકારક ખૂણાઓથી બચવા માટે ફર્નીચરની આજુબાજુમાં છોડ રાખી શકાય છે.

કોણ

રૂમના આંતરિક ખૂણા હંમેશા અંધકારમય હોય છે, માટે ત્યાં કંઈક સફેદ વસ્તુ રાખવી એ સારો આઈડિયા છે. આવા ખૂણામાં સિલ્કના ફૂલોનું કૂંડુ રાખી શકાય છે. વચ્ચે-વચ્ચે આ કૂંડાને હટાવીને પ્રકાશની વ્યવસ્થા કરી શકાય છે અથવા ફૂવારો રાખી શકાય છે. અંધારા ખૂણામાં છોડ રાખવાથી સારો પ્રભાવ પડે છે. તે ત્યાંની સુસ્ત ‘ચી’ ને સક્રિય કરે છે.

અંધારા ખૂણામાં અણીદાર છોડ રાખવા પણ શુભ માનવામાં આવે છે, પરંતુ તેનું મ્હોં પલંગ અથવા ખુરશી તરફ ના હોવું જોઈએ. નહીંતર ‘ઝેરીલા તીરો’ની ત્યાં સૂવા અથવા બેસવાવાળા પર ખરાબ અસર પડે છે. અંધારા ખૂણામાં ગોળ ટેબલ અને તેના પર લેમ્પ મૂક્વો તે પણ શુભ છે.

ત્રાંસી છત 

આજકાલ ત્રાંસી છત અને દિવાલોનું ચલણ વધતું જાય છે. જ્યારે પરિવારમાં સભ્યોની વૃદ્ધિ થતાં જ, રૂમની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે વધારાના રૂમ બનાવતી વખતે ઘણા ખામીયુક્ત નિર્ણયો લેવા પડે છે. આવા સમયે માળીયા પર પણ રૂમ બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન