Rehabilitation of five persons with NRI women's contribution
  • Home
  • Gujarat
  • સુરત: NRI મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન

સુરત: NRI મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન

 | 7:35 pm IST

અમેરિકાથી સુરતમાં લગ્નપ્રસંગમાં આવેલી અનાવિલ સમાજની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ મહિલાને તબીબોએ બ્રેઈનડેડ ઘોષિત કરતા કિડની, લિવર અને ચક્ષુદાન કરી પરિવારના સભ્યોએ સરાહનીય કાર્ય કરી સમાજનો એક ઉત્તમ દાખલો આપ્યો છે.

અમેરિકા, ગ્રીનવૂડ સાઉથ કેરોલીનામાં રહેતા શિલાબેન અનિમેષ દેસાઈ (ઉં.વ. 56) રેટ કાર્પેટ ઇન નામની મોટેલ (હોટેલ)માં મેનેજર તરીકે કાર્ય કરતા હતા. મૂળ કતારગામના વતની શિલાબેન ગત તા. 21 નવેમ્બરના રોજ ભાણેજના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે સુરત આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ વલસાડમાં પિતાના ઘરે ગયા હતા. દરમિયાન ગત તા. ૭મીએ લગ્નપ્રસંગની ખરીદી કરી તેઓ તેમની બેન રૂપાલી સાથે મોપેડ પર ઘરે આવી રહ્યાં હતાં, ત્યારે જલારામ ચાર રસ્તા પાસે ચક્કર આવતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતાં. જેને પગલે તેમને માથામાં ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તબીબી તપાસમાં બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે સુરતની યુનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોએ મગજમાં જામેલા લોહીનો ગઠ્ઠો દૂર કરી દીધો હતો. જોકે, ગત તા. 12મીએ તેમને બ્રેઈનડેડ ઘોષિત કરાયા હતા. જેની જાણ ડોનેટ લાઈફની ટીમને કરાઈ હતી.

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, શિલાબેને અમેરિકામાં ડ્રાઈવિંગ લાઇસન્સ લેતી વખતે જ અંગદાન કરવા માટે વચન આપ્યું હતું. તેમના ડ્રાઈવિંગ લાઇસન્સ પર ઓર્ગન ડોનર એમ લખાયેલું હતું. તેમના પરિવારે અંગદાન માટે સંમતિ આપતા બે કિડની, લિવર અને બે ચક્ષુઓનું દાન સ્વીકારી જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન