તબીબી ચિકિત્સા માટે રેકીનો અભ્યાસ - Sandesh

તબીબી ચિકિત્સા માટે રેકીનો અભ્યાસ

 | 12:06 am IST

ચક્ર ચિકિત્સા

જુઓ સંલગ્ન ચિત્રમાં માનવ શરીરના અંદર ભાગોને રેકી ડોક્ટર બનતાં પહેલાં એ પણ જાણી લો કે આ શિક્ષા અન્ય ચિકિત્સા પ્રણાલીઓ કરતાં બિલકુલ અલગ છે. આ શિક્ષાને પુસ્તકોમાંથી ભણાવવામાં નથી આવતી, પરંતુ રેકી માસ્ટર સ્પર્શ શિક્ષા દ્વારા તેનું જ્ઞાન આપે છે.

સ્પર્શ, સુસંગતતા એક શક્તિશાળી આધ્યાત્મિક અભ્યાસ છે. સાચી વાત તો એ છે કે રેકી શિક્ષા એક આધ્યાત્મિક ક્રિયાનું જ પરિણામ છે જેમાં આપણા આત્માથી લઈને સંપૂર્ણ શરીર કાર્ય કરે છે. જ્યાં સુધી આપણી અંદર આધ્યાત્મિક પ્રકાશ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આ ઊર્જા પણ ઉત્પન્ન નહીં થાય કે જેનાથી આપણે રેકી ચિકિત્સા શક્તિ ઉત્પન્ન કરીએ છીએ.

સંયમ અને પરિશ્રમ મનુષ્યનાં બે સર્વોત્તમ ચિકિત્સક છે. પરિશ્રમ કરતા ભૂખ તેજ હોય છે અને સંયમ ભોગને રોકી શકે છે.

રુસો

સંયમ અને પરિશ્રમ શરીરને સારું કરવાનો પ્રયાસ કરે છે જ્યારે મન અને શરીર અભિન્ન છે. એટલા માટે તેમની ચિકિત્સા અલગ-અલગ ના હોવી જોઈએ.

પ્લેટો

રેકી ઉપચાર માટે સૌ પ્રથમ પોતાની અંદર ઊર્જા શક્તિ ઉત્પન્ન કરવી જરૂરી છે, નહીં તો તમે રેકી ડોક્ટર નહીં બની શકો. એટલા માટે રેકીને એક જ્ઞાન ગંગા સમજીને રેકી પરિવારમાં પ્રવેશ કરો.

રેકી જ્ઞાન ગંગામાં જો તમે એકવાર સ્નાન કરી લેશો તો પછી તમારું સંપૂર્ણ શરીર જીવનભર માટે રેકી શક્તિથી ભરેલું રહેશે. જેનાથી એકવાર તેનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો તે આજીવન રેકીથી ભરપૂર રહેશે.

રેકી શક્તિ દ્વારા તમે એક શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરો છો, જેનો પ્રભાવ તમારા શરીરની સાથે-સાથે તમારા મસ્તિષ્ક તથા હૃદયથી ઉત્પન્ન થવાવાળી ભાવનાઓ પર પણ પડે છે.

હવે તમે રેકી આપવાની વાત કરો છો તો એ સમજીલો કે તમારા હૃદયની શક્તિ, બીજા પ્રાણીનાં હૃદયમાં પ્રવેશ કરી રહી છે. આ કાર્ય માટે સૌથી પહેલાં તો સુસંગતતાનો પ્રયોગ કરવો પડશે,

પછી તમારા હાથને તે પ્રાણીના હાથમાં આપીને રેકી ઊર્જાને અંદર સુધી જવા દો. આ પ્રયોગ માત્ર રેકી સુધી જ સિમિત નથી, પરંતુ હિપ્નોટિઝમના પ્રસિદ્ધ વિદ્વાન ડો.જેમ્સ બ્રેડે આવો જ એક નવીન પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેમણે એ સિદ્ધ કરી બતાવ્યું કે કોઈપણ વ્યક્તિ પોતાની આંગળીઓનાં સ્પર્શથી જો રોગીને રોગ મુક્ત થવાની ભાવના આપે તો તે ખૂબ જ જલદી ઠીક થવા લાગે છે.

તેમણે એ પણ સિદ્ધ કરી બતાવ્યું કે કોઈ બીજી વ્યક્તિ દ્વારા જ નહીં, પરંતુ કોઈપણ વ્યક્તિ સ્વયં પણ હિપ્નોટાઈઝ કરી શકે છે અથવા હિપ્નોટિક થઈ શકે છે અને પોતાના શરીરમાં આ પ્રકારની શક્તિ દ્વારા અસાધ્ય રોગનો ઈલાજ કરી શકે છે. તેમણે પોતાના જીવનકાળમાં આ રીતે, એટલે કે આંગળીઓના સ્પર્શથી હજારો રોગીઓને ઠીક કરીને બતાવ્યાં હતાં. ડો.બ્રેડનું આ કાર્ય ઈ.સ. ૧૮૪૧નું છે.

હિપ્નોટિઝમ શક્તિ અને રેકી શક્તિનાં મૂળ સિદ્ધાંતોમાં કોઈ ફરક નજર નથી આવતો.

ડો.બ્રેડએ વાત પર જોર આપ્યું હતું કે દરેક મનુષ્યની આંગળીઓનાં ટેરવામાં ચુંબકીય શક્તિ હોય છે, જેને આપણે હિપ્નોટિક પાવર કહીએ છીએ.

એ વાત ધ્યાનમાં રાખો કે આ વાતને તેમણે જાત પરિક્ષણની સફળતા પછી જ કહી હતી. આજે રેકી વિદ્યા પણ આ જ સિદ્ધાંતાને માની રહી છે.

‘ચુંબકીય તરંગો’ શું એવી ઊર્જા નથી? આજે આપણી સામે વિજ્ઞાન એક મહાશક્તિ બનીને ઊભું છે, ઈ.સ.૧૮૪૧માં વિજ્ઞાને એલોપેથીને એટલું શક્તિશાળી નહોતું બનાવ્યું કે જેટલું આજે છે.

અમેરિકા જેવા મોટા અને પૈસાવાળા દેશમાં આ સમયે રેકીનો પ્રચાર પૂરજોશમાં છે અને તેનો શ્રેય જોયસ જે.મોરીસ, વિલિયમ આર.મોરીસ, પોલા હોરન તથા વિલિયમ લે રેંડ વગેરે જેવા રેકી વિદ્વાનોને જાય છે, જેમણે રેકીને લોકપ્રિય બનાવવા માટે અનેક રેકી સેન્ટર ખોલ્યા અને પુસ્તકો લખીને તેને લોકપ્રિય બનાવવામાં પોતાનો પૂરો સહયોગ આપ્યો.

રેકી ઊર્જા એક પ્રાકૃતિક શક્તિનું નામ છે. પ્રકૃતિએ પોતે જ બનાવેલા મનુષ્યોને ક્યારેય નુકસાન નથી પહોંચાડતી અને રેકી ડોક્ટરોનાં મનમાં કોઈ પાપ નથી હોતાં. તે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી આ શક્તિનો પ્રયોગ માનવ જીવનની ભલાઈ માટે કરી રહ્યા છે તો પછી ડર કઈ વાતનો છે?

પરંતુ તમે વહેતી નદીઓ, નાળાઓને તો જોયા જ હશે, તેમાં પાણી કોણ નાખે છે? તમે સૂર્યનાં પ્રકાશને તો જોયો જ હશે, તે પ્રકાશ ક્યારેય સમાપ્ત નથી થતો, પવન તો રોજ ચાલે છે, પરંતુ તેનો ખજાનો  ક્યારેય ખાલી નથી થતો. પ્રકૃતિની શક્તિ મહાન છે. આપણે રેકીના જન્મદાતા યૂસુઈનાં જીવનથી પ્રેરિત છીએ, જેમને ઈશ્વરે પોતાની શક્તિ આપીને સંપૂર્ણ ધરતીના દિન-દુઃખીઓનાં દુઃખ દૂર કરવા માટે મોકલ્યા હતા.   આ પ્રાકૃતિક શક્તિ જ છે, માટે તે પણ અખૂટ છે.

કાર્ડિનલ

અસફળતાના વિચારથી સફળતાનું ઉત્પન્ન થવું એટલું જ અસંભવ છે, જેટલું કે બાવળનાં ઝાડ ઉપર ગુલાબનું ઉગવું.

સ્વેટ માર્ડેન

રેકી એક મહાશક્તિનું નામ છે, જે માનવ શરીરમાં ઊર્જાનાં રૂપમાં ઉત્પન્ન થાય છે. હવે આપણે એ જોવાનું છે કે રેકી દ્વારા આપણે કયાં-કયાં રોગોનો ઉપચાર કરી શકીએ છે. કારણ કે રેકીનાં નવા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન અવશ્ય કરવો.

અહીંયા એટલું કહી દેવું જ પૂરતું છે કે રેકી દ્વારા કેન્સર જેવાં ભયંકર રોગનો પણ ઉપચાર થઈ શકે છે. તેની સાથે ગંભીર પ્રકારના ઘા, ચામડીનાં રોગો તથા હૃદયનાં રોગોનો પણ ઈલાજ આપણે રેકી દ્વારા કરી શકીએ છીએ. નાના-મોટા સાધારણ રોગો વિશે તો શું કહેવું. કહેવાનો અર્થ એ છે કે રેકીથી આપણે માનવ શરીરની અંદર અને બહાર બંને પ્રકારનાં રોગોનો ઉપચાર કરી શકીએ છીએ.

[email protected]