રેકી : તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રેકી : તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ

રેકી : તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ

 | 1:34 am IST

ભસ્ત્રિકા પ્રાણાયામ

વિધિ- સુખાસનમાં પીઠ સીધી રાખીને બેસો અને શ્વાસ ખેંચતી વખતે પેટ ફુલાઓ તથા છોડતી વખતે પેટને વધુમાં વધુ ખેંચો. ત્યાર પછી એક વખત કુમ્ભક કરો.

હવે ડાબુ નાક બંધ કરીને જમણા વડે બે મિનિટ સુધી જોર-જોરથી શ્વાસ લો અને છોડો. આજ પ્રક્રિયા જમણું નાક બંધ કરી ડાબા નાક વડે કરો. ત્યારપછી એક વખત કુમ્ભક કરો.

ત્યારપછી બંને નસકોરાથી જોર-જોરથી શ્વાસ લેતા પૂરક અને રેચક કરો.

લાભ- આનાથી કુંડલીની જાગૃત થાય છે, આજ્ઞાાચક્ર સક્રિય થાય છે. ફેફસાં અને ગળાના રોગો નષ્ટ થાય છે. મગજ સ્વસ્થ રહે છે.

દુર્બળ તથા રોગગ્રસ્ત વ્યક્તિએ આ ક્રિયાથી દૂર રહેવું જોઈએ અથવા કોઈ યોગ શાસ્ત્રીના નિર્દેશનમાં આ ક્રિયાઓને કરવી જોઈએ.

અગ્નિસાર પ્રાણાયામ

સુખાસનમાં બેસીને રેચક કરો અને બાહ્ય કુમ્ભકની સ્થિતિમાં જ્યારે શ્વાસ સંપૂર્ણ નીકળી જાય તો બંને નસકોરાના છિદ્રો બંધ કરી દો અને પેટને વધુમાં વધુ ફુલાવો અને સંકોચો. શરૂઆતમાં ૩-૪ વખત કર્યા પછી ધીરેધીરે ૧૦-૧૨ વખત કરો.

લાભ- પેટના બધા જ રોગો દૂર થાય છે. મણિપુર ચક્ર આભાવાન બને છે.

કપાલભાતિ પ્રાણાયામ

પૂર્વોક્ત આસનમાં બેસીને એક નાસિકા છિદ્રને બંધ કરી બીજાથી જોરથી શ્વાસ છોડો પછી આ જ પ્રક્રિયા બીજા છિદ્રથી કરો. માત્ર શ્વાસ રેચક કરવા ઉપર ધ્યાન આપો. પૂરક કે શ્વાસ લેવાની ચિંતા ન કરો, જરૂરત મુજબ શ્વાસ સ્વયં અંદર ચાલ્યો જશે. બાર વખત રેચક કરો પછી બાર વખત કુમ્ભક કરો. ક્રિયા દરમિયાન મૂળબંધ, જાલંધર બંધ અને ઉડ્ડિયાન બંધ ક્રમશઃ કેટલીક ક્ષણો માટે લગાઓ પછી ખોલો. આ બંધોના વિષયમાં અગાઉ જણાવવામાં આવ્યું છે.

લાભ- સમગ્ર મગજના વિકાર નષ્ટ થાય છે. ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. પ્રાણશક્તિ વિકસિત થાય છે.

કુમ્ભક

સુખાસનમાં પહેલાની જેમ બેસો. જે નાડી (નાસાછિદ્ર) ચાલી રહી હોય તેનાથી શ્વાસ ખેંચો. બીજી નાડી અંગૂઠા વડે બંધ કરી દો અને ધીરેધીરે ઊંડો શ્વાસ ખેંચીને કુમ્ભક કરો. જાલંધર, ઉડ્ડિયાન અને મૂળબંધ લગાવો અને તે જ નસકોરા/નાડી વડે રેચક ક્રિયા કરો. આ જ ક્રિયા વિપરીત નાડી વડે પણ કરો. ત્રણેય બંધોને પોતાની ક્ષમતા અનુસાર કરો.

લાભ- એકાગ્રતામાં વૃદ્ધિ, રક્તશોધન, મગજના વિકારોનો ખાતમો, ઈન્દ્રિયો પર વશીકરણ.

સાવધાનીઓ

દરેક પ્રાણાયામમાં પોતાની આંખોને ભ્રમરોની મધ્યમાં અથવા નાસિકાગ્ર પર કેન્દ્રિત કરવી જોઈએ. જ્યાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે મુજબ કરવું જોઈએ.

કુમ્ભક પોતાની શક્તિ મુજબ કરો.

પ્રાણાયામ બ્રહ્મમુહૂર્તમાં (સવારે ૪થી ૬) માં કરો. બે મિનિટથી આરંભ કરીને ૧-૨ મિનિટ પ્રતિદિવસ વધારીને ૩૦ મિનિટ સુધી કરો.

પ્રાણાયામ કોઈપણ સુખાસનમાં બરડો સીધો રાખીને શક્તિ મુજબ કરો.

તણાવ, ચિંતા, કુવિચાર વગેરેને ત્યજી દો અને ઉતાવળથી બચો.

પ્રાણાયમ ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં કરો. પ્રદૂષણ, ઝડપી પવન અથવા કૃત્રિમ હવામાં ના કરો.

મહત્ત્વપૂર્ણ બંધ

પ્રાણાયામમાં બંધોનું વિશેષ મહત્ત્વ છે. બંધ એક રીતે ઊર્જાને બાંધવાનું કાર્ય કરે છે. રેકી ઊર્જાનાં સંગ્રહમાં પણ બંધનું વિશેષ મહત્ત્વ છે. રેકીમાં ઉપયોગી બંધ નીચે મુજબ છે.

જાલંધર બંધ

વિધિ- આ બંધમાં દાઢીને ગળામાં ભરાવવામાં આવે છે. થોડોક દબાવ આપીને દાઢીને ગળા પર લગાવો.

લાભ- થાઈરોઈડ અને પેરાથાઈરોઈડથી સંબંધિત રોગ ઠીક કરે છે. અનાહત તથા વિશુદ્ધ ચક્ર પ્રભાવિત થાય છે. કુંભક કરવાની ક્ષમતા ધરાવે છે.

મૂળ બંધ

વિધિ- આ બંધમાં પોતાની ગુદાને ઉપરની તરફ ખેંચીને રાખવામાં આવે છે.

લાભ- યોગાસન દરમિયાન મૂળબંધ લગાવવાથી અભ્યાસકર્તાના મૂળાધાર ચક્રમાં સ્થિત કુંડલીની શક્તિ જાગૃત થઈને ઉપરનાં ચક્રોમાં પ્રવેશે છે. હથેળીઓનાં ચક્ર શક્તિ સમપ્પન હોય છે. મૂળાધારથી સંબંધિત અંગ વિકાર દૂર થાય છે.

જીભ બંધ

વિધિ- યોગાસન દરમિયાન જીભને વાળીને તાળવા પર લગાવવાની ક્રિયાને જીભ બંધ કહેવામાં આવે છે.

લાભ- આનાથી આજ્ઞાા ચક્રને શક્તિ મળે છે. રેકી શક્તિ વધે છે. આધ્યાત્મિક શક્તિ તથા એકાગ્રતામાં વધારો થાય છે.

ઉડ્ડિયાન બંધ

વિધિ- આ બંધમાં શ્વાસ નીકાળીને પેટને મહત્તમ અંદર તરફ ખેંચવું પડે છે.

લાભ- પાચન સંબંધી રોગો નષ્ટ થાય છે. મણિપુર ચક્ર પ્રભાવિત થાય છે.

નેતી

યોગશાસ્ત્રમાં અનેક નેતીનાં વર્ણન જોવા મળે છે. નેતીનો અર્થ છે એ દોરી જેને નાકમાં નાખીને ખેંચવામાં તથા છોડવામાં આવે છે. આ પ્રક્રિયાથી સંતાયેલા રોગો એ રીતે નીકળી આવે છે જે રીતે સંતાયેલુ માખણ. અહીંયા આપણે રેકીમાં ઉપયોગી નેતીનું વર્ણન કરી રહ્યા છીએ.

જળનેતી

તાંબાનાં પાતળી ટોટીવાળા લોટામાં શુદ્ધ જળ ભરો. જે નસકોરો ચાલી રહ્યું હોય ટોટીને તેમાં લગાવો અને તેને ઉપર કરીને બીજા છિદ્રમાંથી પાણી નીકાળી દો. આ દરમિયાન મોં ખુલ્લું રાખીને મોં વડે શ્વાસ લો. અડધુ પાણી એક નાકમાંથી, બાકી બીજા નાકમાંથી નાંખીને જળનેતી કરો.

નેતી પછી જોરથી રેચક કરીને બધું પાણી નાકની બહાર ફેંકી દો. આ અભ્યાસ નિયમિત થવાથી નાકથી જળ પીવાનો પ્રયાસ કરો. આ રીતે દૂધથી પણ કરી શકાય છે.

લાભ- નાક, ગળું, આંખો અને મસ્તિષ્કના વિકાર શાંત થઈ જાય છે. દ્રષ્ટિમાં સુધારો થાય છે. ચશ્માનાં નંબર હોય તો તે દૂર થાય છે.

ધૃતનેતી

વિધિ- જળનેતીની જેમ લોટામાં શુદ્ધ ઘી નાંખીને અભ્યાસ કરો. આ અભ્યાસ સપ્તાહમાં એક દિવસ કરો. એટલે કે છ દિવસ જળનેતી અને એક દિવસ ધૃતનેતી. આગળ આજ રીતે ચાલુ રાખો.

લાભ- મસ્તિષ્કનાં વિકાર નષ્ટ થઈ જાય છે. સ્મરણ શક્તિ વધે છે. નેત્ર જયોતિ તેજ થાય છે.

સાવધાનીઓ

નેતીની ક્રિયામાં ઉતાવળ ન કરશો. તેનાથી હાનિ પહોંચી શકે છે. યોગ્ય પ્રશિક્ષકનાં નેતૃત્વમાં જ અભ્યાસ કરો.

જળ અથવા ધૃત સાફ-સ્વચ્છ અને ગાળેલું હોવું જોઈએ. તણખલું નાકને હાનિ પહોંચાડી શકે છે.

આ માટેનો આદર્શ સમય બ્રહ્મમુહૂર્ત છે.

ઉપર મુજબનાં પ્રાણાયમ તથા અન્ય ક્રિયાઓમાં પારંગતતા, અભ્યાસર્થીને રેકીનો સફળ પ્રયોગકર્તા બનાવી દે છે, રેકી માસ્ટર ઉપરનાં દરેકમાં નિપુણ તથા સમર્થ હોય છે.

[email protected]