રેકી તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રેકી તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ

રેકી તૃતીય ડિગ્રીમાં પ્રાણાયમનું મહત્વ

 | 1:25 am IST

રેકીની તૃતીય ડિગ્રીમાં પારંગત થવાનો અર્થ છે- રેકીમાં માસ્ટરશિપ મેળવી લેવી. બે ડિગ્રીમાં સફળ થયા બાદ તૃતીય ડિગ્રીમાં પ્રાણાયામ એટલે કે પ્રાણ+આયામ-પ્રાણોને વધારવાની ક્રિયા કરવી પડતી હોય છે. પ્રાણાયામ કરવાથી શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે અને શિખાઉ વ્યક્તિ સંત કે મુનિની માફક પ્રયોગકર્તા બની જાય છે. આ શિખરને સર કરવા માટે તપ જેવી કઠોરતા ધારણા કરવી પડે છે.

પ્રાણાયામ

પ્રાણાયામનો સૌથી સરળ અને સીધો અર્થ થાય છે – પ્રાણોની વૃદ્ધિ કરવી એટલે કે આયુષ્યમાં વધારો કરવો. આપણું શરીર એક મશીનના સમાન છે. મશીનને જેટલું વધારે વાપરવામાં આવે, તે તેટલું જ જલદી ખરાબ થઈ જાય છે. આજ રીતે શરીરમાંથી જેટલો વધારે શ્વાસ નીકાળવામાં આવે તેટલી જ ઝડપથી શરીર પણ ઘડપણ આવે છે. અને જેટલો ઓછો શ્વાસ નિકાળવામાં આવે તેટલો જ આયુષ્યમાં વધારો થાય છે. પ્રાણાયામમાં શ્વાસોચ્છવાસને વધારીને તેને શરીરની અંદર રોકી રાખીને આયામ આપવામાં આવે છે. યોગી, મુનિઓ કલાકો, દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી શ્વાસોચ્છવાસ રોકી રાખીને જીવિત રહેતા હતા તે પ્રાણાયામના માધ્યમ દ્વારા જ શક્ય હતું. પ્રાણાયામથી શરીરના બધા જ અંગો શુદ્ધ થઈને શક્તિશાળી બને છે, મનની વાસનાઓ શાંત થાય છે. અને મગજના બધા જ રોગોનો નાશ થાય છે.

પંચ પ્રાણ

એક પ્રાણને પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે. અહીંયા પ્રાણનો અર્થ શ્વાસથી છે.

વ્યાન

સ્વાધિષ્ઠાન ચક્ર એક મુખ્ય સ્થાન છે. સાથે સાથે તે સમગ્ર શરીરમાં હોય છે. પ્રાણના આ ઉપભાગનું કાર્ય શરીરની શક્તિઓ અને વાયુથી પ્રાપ્ત પ્રાણશક્તિમાં સામ્યતા સ્થાપિત કરી શરીરની સમગ્ર ક્રિયાઓને નિયંત્રિત કરી નિયમન કરવાનું છે.

ઉદાન

મગજથી કંઠ સુધી રહેવાવાળા પ્રાણવાયુને ઉદાન કહેવામાં આવે છે. કંઠની ઉપરના અંગો મોં, નાક, કાન, આંખ વગેરેનું નિયંત્રણ અને નિયમન આ પ્રાણશક્તિ દ્વારા થાય છે.

સમાન

આ પ્રાણશક્તિ હૃદયથી નાભિ સુધી સક્રિય રહે છે. આ પાચનતંત્ર અને તેમાં સ્ત્રાવ થવાવાળા રસોના પ્રમાણ વગેરેને નિયંત્રિત અને નિયમિત કરે છે.

અપાન

આ પ્રાણ શક્તિ મૂળાધાર ચક્રની પાસે સ્થિત હોય છે. મળ-મૂત્ર વગેરેના નિયમનમાં આની મહત્ત્વની ભૂમિકા હોય છે.

પ્રાણ

આ શક્તિ કંઠથી લઈને હૃદય સુધી સક્રિય રહે છે. આ શ્વાસને નાસિકા-છિદ્રથી નીચેની તરફ ખેંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પ્રાણાયામની મહત્ત્વપૂર્ણ ક્રિયાઓ

શ્વાસોચ્છવાસ એક સહજ પ્રક્રિયા છે. આ ક્રિયા જીવન બક્ષવાળી છે, પરંતુ જીવનમાં સંયમ ન હોવાના કારણે આ ક્રિયા પણ અસહજ બની જાય છે. માનસિક તથા શારીરિક રોગોનું આ પણ એક કારણ છે. પ્રાણાયમની આ ક્રિયાઓ આથી જ ઘણી મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે શરીરમાં શ્વાસની ગતિને ગહેરી અને વ્યવસ્થિત કરે છે. સામાન્ય લાગતા તેના પરિણામો ચમત્કારોથી ભરેલા છે.

પૂરક

શ્વાસ અંદર લેવાની પ્રક્રિયાને પૂરક કહેવામાં આવે છે. શ્વાસ લેતી વખતે એવી ભાવના રાખવામાં આવે છે કે શ્વાસની સાથે સાથે ઈશ્વરીય સત્તા પણ મારા શરીરમાં જઈ રહી છે.

કુમ્ભક

શ્વાસને શરીરની અંદર જ રોકી રાખવાની ક્રિયાને કુમ્ભક કહે છે. તેના બે પ્રકાર છે.

બાહ્ય કુમ્ભક- શ્વાસને વધુમાં વધુ સમય સુધી બહાર જ રોકી રાખવો અંદર ન લેવો.

આંતરિક કુમ્ભક- શ્વાસને વધારેમાં વધારે સમય સુધી અંદર રોકી રાખવો.

રેચક

શ્વાસને શરીરમાંથી બહાર નિકાળવાની પ્રક્રિયાને રેચક કહે છે.

– પૂરક, કુમ્ભક અને રેચકમાં ૪,૧૬ અને ૮નું પ્રમાણ રાખો એટલે કે શ્વાસ લેતી વખતે ૪ સુધી ગણતરી ગણો ત્યારે તેને ૧૬ સુધી ગણો ત્યાં સુધી શરીરની અંદર રોકી રાખો અને પછી ૮ સુધી ગણતાં-ગણતાં શ્વાસ ધીરેધીરે બહાર નીકાળો. સમગ્ર ક્રિયા સહજ હોવી જોઈએ. શરીર ઉપર વધારે જોર ન પડવું જોઈએ.

પ્રાણાયામના પ્રકારો

યોગશાસ્ત્રમાં અનેક પ્રકારના પ્રાણાયામનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આ અમે રોકી માટે ઉપયોગી એવા સાત પ્રકારના પ્રાણાયામોનું વર્ણન કરી રહ્યા છીએ.

નાડી-શોધન પ્રાણાયામ

વિધિ-   સુખાસનમાં મેરુદંડ સીધા રાખીને બેસી જાઓ. સહજ ગતિએ શ્વાસ લેતા રહો. હવે નાકના જમણા છિદ્રને અંગૂઠાથી બંધ કરીને શ્વાસ અંદરની તરફ ખેંચતા રહી સમગ્ર ક્રિયા કરો. હવે શ્વાસને વધુમાં વધુ સમય સુધી અંદર રોકી રાખીને કુમ્ભક કરો અને પછી અંગૂઠા વડે ડાબા નસકોરાને બંધ કરીને શ્વાસને બંને છિદ્રોથી ધીરેધીરે રેચક કરી દો. આ જ રીતે અદલા-બદલી કરીને અભ્યાસ કરો. પહેલા દિવસે પાંચ વખત કરો અને દરરોજ એક વધારતા જાઓ. ક્રિયા દરમિયાન મનમાં સારા વિચારો લાવો. એ કલ્પના કરો કે પૂરકની સાથે રેકીની પવિત્ર પ્રાકૃતિક શક્તિ તમારામાં સમાઈ રહી છે અને રેચકની સાથે તમારા સમસ્ત શારીરિક તથા માનસિક વિકાર બહાર નીકળી રહ્યા છે. આ અભ્યાસ દરમિયાન તમારું ધ્યાન હૃદય ચક્ર કે અનાહત ચક્ર પર કેન્દ્રિત કરો.

લાભ-  ફેફસાં કે સ્નાયુઓના વિકારો, હૃદય રોગ, ગભરામણ વગેરેમાં આ પ્રાણાયામ, લાભદાયક છે. રક્તપાતના રોગીએ આ અભ્યાસ દરમિયાન કુમ્ભક કરવાથી દૂર રહેવું જોઈએ. તેમણે માત્ર પૂરક અને રેચક કરવા જોઈએ. રોગથી મુક્તિ મળ્યા બાદ કુમ્ભક કરી શકાય છે.

ઉજ્જાયી પ્રાણાયમ

વિધિ-

સુખાસનમાં સીધા બેસીને પેટને વધુમાં વધુ અંદરની તરફ ખેંચો, પરંતુ સામાન્ય રહો. ગળાને થોડું વાળો અને ત્યારબાદ ૮થી ૧૦ વખત પૂરક અને રેચક કરો. હવે કુમ્ભક કરો. પાંચ કુમ્ભકથી શરૂઆત કરીને ધીરેધીરે સંખ્યા અને સમય વધારતા જાઓ. જો દસ કુમ્ભક થવા લાગે તો પ્રાણાયામ નીચે મુજબ કરવાના શરૂ કરો.

કંઠને થોડો સંકોચો અને જિહવાને અંદરની તરફ વાળીને ઉપરના ભાગને ઉપર તાલૂથી સટાવી દો. હવે બંને નસકોરાથી ઘેરો શ્વાસ લઈને કુમ્ભક લગાવો અને જમણા નાકને બંધ કરી ડાબા નાકથી શ્વાસને છોડી દો. આ જ રીતે અભ્યાસ કરો. અભ્યાસ દરમિયાન વિશુદ્ધ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો.

લાભ- આ પ્રાણાયામ દ્વારા ગળા, નાક, કાનના રોગો દૂર થાય છે. શરદી, ખાંસીમાં લાભ મળે છે તથા મગજના બધા જ રોગ મટાડી શકાય છે. આનાથી વિશુદ્ધ ચક્ર સક્રિય થાય છે. રેકીમાં મહારથ પ્રાપ્ત થાય છે.

શીતકારી પ્રાણાયામ

વિધિ- પૂર્વોક્ત વિધિથી આસન કરીને જીભને વાળો અને ઉપર તાળવા સાથે ચોંટાડી દો. જડબાઓને પરસ્પર જોડીને બંધ કરી દો. હવે હોઠના ડાબા-જમણા ખૂણાઓથી શ્વાસ અંદરની તરફ ખેંચો. આનાથી પૂરક દરમિયાન શીતકાર (સીત્કારી)નો સી ધ્વનિ ઉત્પન્ન થાય છે હવે શ્વાસ અંદર રોકી રાખીને કુમ્ભક કરો અને બંને નસકોરાથી રેચક કરી નાખો.

લાભ- રક્ત દોષ, ઉચ્ચ રક્તપાત, ક્રોધ વગેરે વિકાર શાંત થાય છે. સહસ્રાર ચક્ર સક્રિય થાય છે.

[email protected]