Reiki conducts spiritual power one person to others
  • Home
  • Astrology
  • જાપાની શબ્દ રેકીમાં આત્મા છે ભારતના યોગનો, શરીરના ચક્રો મહત્ત્વના

જાપાની શબ્દ રેકીમાં આત્મા છે ભારતના યોગનો, શરીરના ચક્રો મહત્ત્વના

 | 4:59 pm IST

યોગના પ્રણેતા ભગવાન શિવ છે. યોગની અનેક પેદાશો છે જેમાંથી એક રેકી છે. ‘રેકી’ ભલે એક જાપાની શબ્દ  હોય વસ્તુતઃ રેકીમાં જે ઉર્જા છે કે જે અન્યને આપવાથી તે વ્યક્તિની સારવાર થાય છે તે ઉર્જાનો સંબંધ ભારતીય યોગ અને તેના દ્વારા ચક્ર છેદન થતી ક્રિયામાંથી ઉદભવ સાથે છે. તેનો સંબંધ ભગવાન શિવ સાથે છે. કુંડલિની શક્તિ સૌ પ્રથમ ભગવાન શિવે જાગૃત કરી હોવાનું માનવામાં આવે છે. શિવ હમેંશા સમાધિસ્થ રહે છે.

દરેક વસ્તુ અને વ્યક્તિ એક ઉર્જા ધરાવે છે. વનસ્પતિ પણ એક ચોક્કસ પ્રકારની ઉર્જા ધરાવે છે. આ  ઉર્જા એટલી પ્રબળ હોય છે તેની સામે સાક્ષાત સૂર્યદેવ પણ ઝાંખા પડે છે. યોગના નિયમિત અભ્યાસથી શરીરમાં થતી સૂક્ષ્મતમ પ્રક્રિયા થકી આ ઉર્જાનો ઉદભવ થાય છે. તેથી તેને માનવીની આધ્યાત્મિક શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમગ્ર જગતમાં જો કોઈ સૌથી જાણવા જેવું છે તો તે વ્યક્તિનું મન છે. મન દ્વારા જ આ શક્તિનો ઉદભવ શક્ય છે. હજી વિજ્ઞાન તે હદે નથી પહોંચ્યું પણ આ સમગ્ર વિશ્વમાં ચૈતસિક શક્તિઓ જ છે. જ્યારે આપણે આપણા મનના તમામ રહસ્યોને ઉજાગર કરી લઈશું ત્યારે આપણા માટે મૃત્યુ પર વિજય પણ અશક્ય નહિં હોય.

મન શક્તિ એ વૈશ્વિક ચેતના સાથે જોડાયેલી છે. તેનો પ્રાદૂર્ભાવ અશક્ય કાર્યને પણ આસાનીથી શક્ય બનાવે છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે. કાબૂમાં કરી લે છે યોગ્ય સમયે યોગ્ય નિગ્રહ કરી લે છે તે આ જગતમાં બહું જ મોટી જીત મેળવી લે છે. તેથી જ કહેવાય છે કે મનની જીતે જીત મનની હારે હાર.

ડો.યૂસુઈનાં મનમાં ખુશીનું એક નવું મોજું દોડ્યું હતું, જે કંઈ તે ઈચ્છતા હતા તે મેળવવાની આશા તેમના મનમાં ઉત્પન્ન થઈ ગઈ હતી. હવે તેમને એ પણ વિશ્વાસ બેસી ગયો હતો કે તે ઉપચાર કરી શકશે. એવો ઉપચાર કે જે ધન વગર પણ થઈ શકશે, પરંતુ આ કાર્ય માટે સતત અભ્યાસ અને આત્મશુદ્ધિની જરૂરત હતી, જેવી રીતે મહાત્મા બુદ્ધે બધું ત્યાગી દીધું હતું અન આત્મખોજમાં લાગી ગયા હતા. તેવી રીતે ડો. સૂસુઈએ પણ કરવું શરૂ કર્યું.

યોગની ઉચ્ચ અવસ્થાએ માનવના કપાળમાં રહેલું ચક્ર જ્યારે જાગૃત થાય છે ત્યારે વ્યક્તિના શરીરમાંથી એક પોઝિટીવ ઉર્જાનો ધોધ વહે છે. તે ઉર્જા દ્વારા કોઈને સ્પર્શ માત્રથી સારવાર કરી શકાય છે. તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ તો થાય છે. સાથે સાથે કુદરતી રીતેજ જેને સ્પર્શ કરવામાં આવે તેના શરીરની રચનાને આપોઆપ ઠીક કરવા લાગે છે.

રેકી અને શક્તિ ચક્ર
રેકીમાં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે પ્રયોગકર્તા પોતાના શરીરમાં સ્થિત શક્તિ ચક્રોને જાગૃત/જીવંત/સક્રિય કરે. આ શક્તિ ચક્રો કુલ સાત હોય છે જે મનુષ્યનાં મેરુદંડ (કરોડનાં હાડકાંમાં)માં સ્થિત હોય છે. તેના સિવાય મૂળાધારમાં સ્થિત કુંડળીની શક્તિનું જાગરણ પણ આવશ્યક હોય છે. નિયમિત અભ્યાસથી તેમને સક્રિય કરી શકાય છે. આ શક્તિ ચક્રએ સ્વયંમાં અનેક રહસ્યો સંતાડી રાખ્યા છે. ચિકિત્સા-વૈજ્ઞાનિકો પણ આ શક્તિઓના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આ શક્તિ ચક્રો નીચે મુજબ છે.

યોગશાસ્ત્રનુસાર ચિકિત્સાશાસ્ત્રનુસાર

1. સહસ્ત્રાર ચક્ર પીનિયલ ગ્રંથિ (માથામાં ખોપડીમાં સૌથી ઉપર વચ્ચોવચ્ચ બ્રહ્મરંધ્રમાં આવેલું હોય છે. )

2. આજ્ઞા ચક્ર પિટયૂટરી ગ્રંથિ (કપાળમાં બે નેણોની વચ્ચેના ભાગમાં આવેલું હોય છે. )

3. વિશુદ્ધ ચક્ર થાયરોઈડ તથા પેરાથાઈરોઈડ(ગળામાં આવેલું હોય છે.)

અનાહત ચક્ર હૃદય ગતિ નિયંત્રણ કેન્દ્ર (હૃદયમાં આવેલું હોય છે. )

મણિપુર ચક્ર પૈંક્રિયાઝ ગ્રંથિ (નાભિમાં આવેલું હોય છે. )

સ્વાધિષ્ઠાન ચક્ર એડ્રિનલ ગ્રંથિ (કોરડરજ્જુના અંતમાં બે થાપાના હાડકાની વચ્ચે આવેલું હોય છે.)

મૂળધાર ચક્ર પુરુષોમાં અંડ ગ્રંથિઓ તથા સ્ત્રીઓમાં ડિમ્બ ગ્રંથિઓ(તે યોનિમાર્ગમાં આવેલું હોય છે. )