સોશિયલ મીડિયા પર ચર્ચમાં આવી આ તસ્વીર, રેખા આશા ભોસલેનાં પગે પડી - Sandesh
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર ચર્ચમાં આવી આ તસ્વીર, રેખા આશા ભોસલેનાં પગે પડી

સોશિયલ મીડિયા પર ચર્ચમાં આવી આ તસ્વીર, રેખા આશા ભોસલેનાં પગે પડી

 | 5:03 pm IST

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાની સુંદરતા અને સાદગીનાં બધા દિવાના છે. તે બહુ એક્સપ્રેસિવ છે અને પોતાની લાગણી વ્યક્ત કરવાનું તે ક્યારે નથી ભુલતી. તેનું એક ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું, જ્યારે સુરોની મલ્લિકા આશા ભોંસલેને 2018નાં 5માં યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સિંગરને આ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર રેખા પહોંચી હતી. ઈવેન્ટની એક ફોટો વાયરલ થઈ રહી છે જેમાં રેખા આશા તાઈનાં પગે પડે છે. ઈવેન્ટમાં આમ તો ઘણા બી ટાઉનનાં સ્ટાર હાજર હતા. પરંતુ કેમેરામાં માત્ર રેખા અને આશા ભોસલે કેપ્ચર થયા. બંને બહું સુંદર લાગી રહ્યા હતા. રેખા અને આશા બંનેએ ક્રીમ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. તેમણી હેર સ્ટાઈલ પણ એકજ જેવી હતી.