રિલા. એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવાની વધુ એક સુવિધા   - Sandesh
  • Home
  • Business
  • રિલા. એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવાની વધુ એક સુવિધા  

રિલા. એનર્જીના ગ્રાહકો માટે બિલ ભરવાની વધુ એક સુવિધા  

 | 1:50 am IST

મુંબઇ, તા.૩

પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વીજળીના બિલ ભરવા અંગે કંપનીએ એક સમજૂતી કરી છે, એમ રિલાયન્સ એનર્જીએ જણાવ્યું હતું. આ સમજૂતીને પરિણામે ગ્રાહકોને વીજળીના બિલ ભરવા માટે હવે પોસ્ટ ઓફિસની સુવિધાનો પણ લાભ મળશે.

કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં તેના ૩૦ લાખ ગ્રાહકો છે. સામાન્યપણે ઘરના કોઇ એક સભ્યનું ખાતું પોસ્ટ ઓફિસમાં હોય છે અને તે નિયમિતરૂપે પોસ્ટ ઓફિસમાં જાય છે. ઉપનગરોમાં પૂર્વ અને પશ્ચિમમાં સ્ટેશનની આસપાસ પોસ્ટ ઓફિસો છે તથા તેઓ દિવસભર ખુલ્લી રહે છે, એમ કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું.

ગ્રાહક પોતાના ઘર અથવા તો ઓફિસની આસપાસ આવેલી પોસ્ટ ઓફિસમાં જઇને વીજલીનું બિલ આસાનીથી ભરી શકે છે. મુંબઇની ૨૪૦ પોસ્ટ ઓફિસ પૈકી ૧૩૦ રિલાયન્સ એનર્જી ડિસ્ટ્રિબ્યૂશન એરિયાની નજીકમાં છે. તેમાં પશ્ચિમી ઉપનગરોમાં બાંદ્રાથી ભાયંદર વચ્ચેના વિસ્તારો અને મધ્ય ઉપનગરોમાં કુર્લાથી વિક્રોલી અને ટિળળકનગરથી લઇને પૂર્વીય ઉપનગરોમાં માનખુર્દ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પોસ્ટ ઓફિસો ગ્રાહકો પાસેથી બિલ માટે મહત્તમ રૂ.૨૦,૦૦૦ની રકમ રોકડરૂપે સ્વીકારી શકે છે. ગ્રાહકો માટે રિલાયન્સ એનર્જીમાં બિલ ભરવાની સુવિધા ઉપરાંત અન્ય ૨,૦૦૦ પેમેન્ટ સુવિધા છે.

;