Relations Between Oldest And Largest Democracy Would Be Stronger
  • Home
  • Featured
  • US રવાના થતા પહેલા PM મોદીએ કહ્યું કે, ભારતને અનેક મોટી તકો મળવા જઈ રહી છે

US રવાના થતા પહેલા PM મોદીએ કહ્યું કે, ભારતને અનેક મોટી તકો મળવા જઈ રહી છે

 | 9:10 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક અઠવાડીયા માટે અમેરિકા જવા રવાના થઈ રહ્યાં છે. અહીં વડાપ્રધાન 22મીએ Howdy Modi મોદી કાર્યક્રમને સંબોધિત કરશે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધશે અને 27મીએ ભારત પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા ઉડાન ભરતા ખુદ ટ્વિટ કરીને પોતાના તમામ કાર્યક્રમોની જાણકારી આપી હતી.

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમની અનેક ઉચ્ચસ્તરીય કાર્યક્રમો યોજાશે જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વધારે ગાઢ બનશે. આ ઉપરાંત ત્યાં અનેક મહત્વપૂર્ણ બહુપક્ષીય આયોજનોમાં તો શામેલ થશે જ પરંતુ ત્યાં વસતા ભારતીય સમુદાયની સાથો સાથ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત યોજાશે.

વડાપ્રધાને આજે અમેરિકા  જતા પહેલા કહ્યું હતું કે, તેમના અમેરિકી પ્રવાસની શરૂઆત હ્યૂસ્ટનમાં અનેક કાર્યક્રમની સાથે થશે. ત્યાં એક એનર્જી સેક્ટરના ટોચના સીઈઓ, ત્યાં વસતા ભારતીયોના જુદા જુદા સમુહો અને ટોચના અમેરિકી નેતાઓ સાથે વાતચીત થશે. તેમણે હ્યુસ્ટનને લઈને એક ટ્વિટ કર્યું હતું કે – ઉર્જાવાન શહેર હ્યુસ્ટનમાં કાર્યક્રમમાં અમારા સંબંધો વધારે ઉર્જા આપશે.

વડાપ્રધાને કહ્યું હતું કે, અમારા સહભાગી મુલ્યો, પરસ્પદ હીતો અને આંતરીક શક્તિના કારણે દુનિયાના સૌથી જુના અને સૌથી મોટા લોકતંત્ર વચ્ચે સ્વાભાવિક ભાગીદારીનો મજબુત પાયો નંખાશે. તેમણે જણાવ્યું હતું કે, તે ન્યૂયોર્ક સ્થિ યૂએન હેડક્વાર્ટરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના વખતથી જ જુદા જુદા કાર્યક્રમો તથા પહેલોમાં સક્રિય રીતે ભાગીદાર રહ્યું છે. તેમણે લખ્યું હતું કે, તેનાથી મલ્ટિલૈટરિઝમ પ્રત્યે આપણો સંકલ્પ ઝલકે છે. યૂએન જનરલ એસેમ્બલીમાં મારૂ સંબોધન 27મી સપ્ટેમ્બરે થશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ યૂએનમાં આયોજીત થઈ રહેલા ક્લાઈમેટ એક્શન સમિટ અને યૂનિવર્સલ હેલ્થ કવરેજ સમારોહની સાથો સાથ બ્લૂમબર્ગ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં હાજર રહેશે.  પીએમના જણાવ્યા પ્રમાણે આ આયોજનોમાં તેમની જાહરીત્થી ભારતને એક શાંતિપ્રિય તથા સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં પોતાના પ્રયાસોના વખાણનો અવસર મળશે.

આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જ્યંતિ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આ અવસરે યૂએનમાં એક કાર્યક્રમ આયોજીત કરવા જઈ રહ્યું છે જેમાં દુનિયાભરના નેતાઓ ગાંધીજી વિશે પોતાના વિચારો રજુ કરશે. તેમણે કહ્યું હતું કે, અમેરિકાના પ્રવાસથી તેમને દુનિયાના અનેક મોટા નેતાઓ સાથે મુલાકાત કરવાની સુવર્ણ તક મળશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત પ્રશાંત મહાસાગરના મહાદ્વિપીય રાષ્ટ્રો અને CARICOM ગ્રુપના નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ આયોજીત કરશે.

વડાપ્રધાને પોતાના ટ્વિટમાં તેમને ગ્લોબલ ગોલકિપર્સ ગોલ્સ એવોર્ડ 2019 પુરસ્કારથી નવાજવામાં માટે મેલિંડા અને ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મામલે તેમણે લખ્યું હતું કે- ભારતે સ્વચ્છ ભારતના ગાંધીજીના સપનાને પુરૂ કરવા માટે છેલ્લા 5 વર્ષમાં સાફ-સફાઈના સ્વસ્થ્ય સુધારાની દિશામાં પ્રયાસ કર્યા છે.

આ વીડિયો પણ જુઓ : કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને શેરબજારની સલામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન