લગ્ન પછી તરત ભૂલથી પણ ન કરો આ કામ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS

લગ્ન પછી તરત ભૂલથી પણ ન કરો આ કામ

 | 7:46 pm IST

લગ્ન પછી સંબંધોમાં કેટલાક બદલાવ આવી જાય ચે. જે વાતોને તમારો પાર્ટનર થોડાક સમય પહેલા મજાક રીતે લેતો હતો. પરંતુ અચાનકથી તે વાતો ગંભીર થઇ જાય છે. એવામાં ખાસ ઘ્યાન રાખવાની જરૂરત હોય છે. ખાસ કરીને લગ્ન પછી.. એવામાં ભૂલથી પણ લગ્ન પછી આ વાતોનો ઉલ્લેખ પોતાના પાર્ટનરથી ન કરો.

લગ્નમાં થતા ખર્ચ તો થાય છે જ પરંચુ રોજ એક વાતને લઇને વિવાદ કરવો યોગ્ય નથી. સંબંધીઓનો મજાક બનાવવી એવું ભૂલથી પણ ન કરવું જોઇએ. યુવકે કે યુવતીએ એકબીજાના પરિવારની મજાક ન બનાવવી જોઇએ. પૂર્વ પ્રેમીથી તુલના ન કરવી જોઇએ. જે તમે પહેલા કોઇને પ્રેમ કરતા હોવ તો તમારે તમારા પાર્ટનરને જૂની વાતો યાદ ન કરાવવી જોઇએ. જેનાથી તમારી વચ્ચે અણબનાવ પણ થઇ શકે છે.

વારંવાર તમારા પાર્ટનરના મિત્રો વિષે ખરાબ ન બોલવું જોઇએ. જે ખરાબ પણ હોય શકે છે. જેનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે ઝઘડો થઇ શકે છે. કેટલીક વખત યુવતીઓ કહે છે કે આ કામ તમારું છે તો તમારે જ કરવું જોઇએ. આ વાત સાચી છે કે જેનું કામ છે તેને જ કરવું જોઇએ. પરંતુ આખી લાઇફ પતિ-પત્નીએ સાથે વીતાવવાની છે તો દરેક કામમાં એકબીજાની મદદ કરો. જેથી બન્નેની વચ્ચે ઝઘડો ન થાય.