જાણો લગ્ન બાદ હનીમૂન મનાવવા કેમ જાય છે કપલ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • જાણો લગ્ન બાદ હનીમૂન મનાવવા કેમ જાય છે કપલ

જાણો લગ્ન બાદ હનીમૂન મનાવવા કેમ જાય છે કપલ

 | 7:40 pm IST

લગ્નના બંધનમાં જોડાયા બાદ પતિ-પત્ની લાઇફટાઇમ માટે એકબીજાના થઇ જાય છે. એકબીજાને સમજીને તેમના લગ્નજીવનને ખાસ બનાવે છે પરંતુ તેના માટે સંબંધની શરૂઆત યોગ્ય થવી જરૂરી છે. કદાચ આજ કારણ છે લગ્ન બાદ નવવિવાહિત કપલ હનીમૂન માટે જાય છે. આજકાલ તો લોકો લગ્ન પહેલા હરવાફરવા માટે યોગ્ય જગ્યા શોધી લે છે અને બુકિંગ પણ કરાવી લે છે. જેથી નવી જગ્યા પર કોઇ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો જોઇએ. લગ્ન બાદ હનીમૂન મનાવવા પાછળના કેટલાક કારણો હોય છે.

લગ્ન પહેલા યુવક-યુવતી એકબીજાને જાણતા હોય પરંતુ હનીમૂન પર જવાથી તે લોકો એકબીજાને બરાબર ઓળખી શકે છે.શારીરિક સંબંધ માટે પણ હનીમૂન પર જાય છે. જેથી એકબીજાના વિચાર પણ શેર કરી શકો છો. લગ્નના રિવાજ ખૂબ લાંબા હોય છે અને જેમા વરરાજા અને દુલ્હન મહત્વનો ભાગ ભજવે છે. આ વચ્ચે બન્નેને થાક લાગે તે વાત પણ ખાસ છે. થોડોક સમય રજા લઇને હનીમૂન મનાવવાની સારી તક હોય છે. જેથી બાદમાં તમે તમારી જવાબદારીઓ આરામથી નીભાવી શકો.

લગ્ન બાદ પાર્ટનર સાથે વીતાવેલ હનીમૂનના દિવસ આખી ઉંમર બન્નેના દિલોમાં યાદ બની જાય છે. આ સમયને સાચવીને રાખવા માટે થોડોક સમય એક સાથે પસાર કરવો જરૂરી છે. તમારા લગ્ન પણ જો હમણાં થયા છે તો હનીમૂન પર જવાનો પ્લાનિંગ જરૂરથી કરો.