Relationship Before Adult intercourse is panic, know what is the reason behind it
  • Home
  • Featured
  • સેક્સ કરતા પહેલા તમને બીક લાગે છે તો જાણો શુ છે તેની પાછળનું કારણ

સેક્સ કરતા પહેલા તમને બીક લાગે છે તો જાણો શુ છે તેની પાછળનું કારણ

 | 12:53 pm IST

ઘણી વખત પાર્ટનર સાથે લાંબા સમયથી સાથે હોવા છતા પ્રથમ વખત સેક્સ કરવાથી ડર લાગે છે. જેને લઇને તમારા મનમાં અનેક પ્રકારનો ડર હોય છે. તો અમે તમને જણાવી દઇએ કે તે એક સામાન્ય વાત છે. તેને સેક્સ એગ્જાઇટી કહેવામાં આવે છે. આ મહિલાઓ અને પુરૂષો બન્નેને થઇ શકે છે. ભલે તમે સેક્સ કર્યું હોય પરંતુ તમને આ ડર હોય તો અમે તમને જણાવીશું કે સેક્સ એગ્જાઇટી દૂર કરવા માટે તમારે શુ કરવું જોઇએ.

સેક્સ એગ્જાઇટી એક પ્રકારનો ડર છે જેમા તમને લાગે છે કે તમારો કોઇ અંગ પાર્ટનરને આકર્ષક નહીં લાગે કે પછી તમને શક થાય છે કે તમે પાર્ટનરને સંતોષ કરી શકશો નહીં. આ ડર આ વાત પર નિર્ભર કરતો નથી કે તમે સેક્સમાં નવા છો કે અનુભવી. ઘણા લોકોને આ એગ્ઝાઇટી થોડીક વાર માટે થઇ શકે છે. જ્યારે ઘણા લોકોમાં આ ડર મોડા સુધી રહે છે.

રિપોર્ટ્સ અનુસાર મહિલાઓમાં સેક્સ એગ્જાઇટી વધારે હોય છે. આ એગ્ઝાઇટીના કારણે સેક્સમાં રુચિ અને ઓર્ગેજમમાં સમસ્યા થઇ શકે છે. તમારે તમારા શરીરને પ્રેમ કરવો જોઇએ। તમારા કર્વસ્ને પેમ્પર કરો. તમને ખબર હોવી જોઇએ કે તમારા માટે તમારા શરીરથી વધારે કઇ મહત્વપૂર્ણ નથી.

એક્સર્સાઇઝ કરવાથી હેપી હોર્મોન બૂસ્ટ થાય છે. તેની સાથે જ જો તમે મેડિટેશન પણ કરો છો તો તમને સેક્સ એગ્જાઇટીથી લડવા માટે તૈયાર છો તેનાથી તમે પોઝિટિવ વિચારોની સાથે આગળ વધશો અને ડર દૂર કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન