Relationship benefits of sex for health
  • Home
  • Featured
  • સેક્સ કરવાના આ ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

સેક્સ કરવાના આ ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

 | 3:59 pm IST

સેક્સ તમને ઓર્ગેજ્મ અને ઇન્ટીમેસી આપતા નથી પરંતુ તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. જેનાથી કદાચ તમે અજાણ છો. તમારા શરીરમાં સેક્સ કોઇ દવાથી ઓછું નથી. આવો તમને જણાવીએ સેક્સ કઇ રીતે તમારા માટે વરદાન સમાન છે અને તેનાથી કેટલા ફાયદા થાય છે.

જે લોકો અઠવાડિયામાં એક કે બે વખત સેક્સ કરે છે તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. રિસર્ચર્સ અનુસાર સેક્સથી વાયરસ અને બેક્ટેરિયા વિરુદ્ધ શરીરની એન્ટી બોડી બનાવવાની ક્ષમતા વધે છે. તેનાથી સામાન્ય બીમારીઓ દૂર રહે છે.

સેક્સમાં સારુ ક્લાઇમેક્સ હોવા પર આખા દિવસનો થાક અને તનાવ દૂર થઇ જાય છે. તેનાથી ન ફક્ત મૂડ સારો થાય છે પરંતુ તેનાથી શરીરને આરામ પણ મળે છે. સેક્સ દરમ્યાન તમારા હાર્ટ રેટ 120 પ્રતિ મિનિટ સુધી પહોંચી શકે છે. જે વ્યાયામનું હળવું રૂપ છે. જે 20 મિનિટ ચાલવા બરાબર છે. આ રીતે તે તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે.

સેક્સ બાદ ઓક્ટિટોસિન રિલીઝ થાય છે. આ એક એવો હોર્મોન છે જેનાથી તમને તમારા પાર્ટનર પર પ્રેમ આવે છે. તે સિવાય સેક્સ કોર્ટિસોલના પ્રમાણને ઓછું કરે છે. જેનાથી તણાવ ઓછો થાય છે. જેને લઇને સેક્સ બાદ તમને સારી ઊંઘ આવે છે.

જો તમને થાક, માથાનો દુખાવો થાય છે તો તમે સેક્સ કરવાથી દૂર ભાગો છો. પરંત તમે તે ભૂલ કરી રહ્યા છો. 2013ના એક અભ્યાસ મુજબ સેક્સ માથાના દુખાવાથી છૂટકારો અપાવે છે. આ માઇગ્રેનમાં પણ રાહત આપે છે. તે સિવાય સેક્સથી બ્લડ સર્કુલેશન વધે છે જેથી તમારી ત્વચામાં ચમક આવે છે.