પાર્ટનર સાથે આ રીતે બનાવો તમારા દિવસને ચોકલેટી - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પાર્ટનર સાથે આ રીતે બનાવો તમારા દિવસને ચોકલેટી

પાર્ટનર સાથે આ રીતે બનાવો તમારા દિવસને ચોકલેટી

 | 1:07 pm IST

આજે વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ છે. ચોકલેટ ડે વર્ષના ત્રીજા દિવસે મનાવવામાં આવે છે. પહેલો ચોકલેટ ડે 9 ફેબ્રુઆરી, બીજો વર્લ્ડ ચોકલેટ ડે 7 જુલાઇ અને ત્રીજો ઇન્ટરનેશનલ ચોકલેટ ડે 13 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે.રોમાન્સથી ભરેલા વીકનો આ ત્રીજા દિવસમાં કપલ એકબીજાને ચોકલેટ આપીને મોં મીઠુ કરે છે. એક શોધ અનુસાર ચોકલેટનું સેવન સંબંઘમાં સકારાત્મક પ્રભાવ પણ ઉમેરે છે. જો તમે પણ તમારા પાર્ટનરની સાથે આ દિવસને સ્પેશ્યલ બનાવવા અંગે વિચારી રહ્યા છો તો આજે અમે તમને આઇડિયા આપીશું. તો આવો જોઇએ પાર્ટનર સાથે આ દિવસને સ્પેશ્યલ બનાવવાના હટકે આઇડિયા..

ચોકલેટ બ્રેકફાસ્ટ
આ દિવસને ખાસ બનાવવાની સાથે દિવસની શરૂઆત ચોકલેટ બ્રેકફાસ્ટની સાથે કરો. તેને વધુ સારુ બનાવવા માટે તમે પાર્ટનર સાથે ચોકલેટ ડિશ કે મિલ્કશેક પી શકો છો.

ચોકલેટ ગેમ
તમે પાર્ટનરની સાથે ટ્રેજર ઇંટ જેવી ગેમ્સ પણ રમી શકો છો. પાર્ટનર માટે કોઇ સરપ્રાઇઝ પ્લાન કરીને તેમને ક્લૂ આપો. દરેક ક્લૂ સાથે એક રોમેન્ટિક મેસેજ જરૂર લખો. જેથી તમારો આખો દિવસ મજેદાર બની જશે.

ચોકલેટ સ્પા અને બાથ
કઇક રોમેન્ટિક કરવા માટે તમે પાર્ટનરની સાથે ચોકલેટ સ્પા કે બાથ પણ લઇ શકો છો. જેથી તમારો થાક પણ દૂર થશે અને પાર્ટનર સાથે રોમાન્સ પણ કરવા મળશે. આરીતે તમે તમારા પાર્ટનરની નજીક આવશો.

બુકે સાથે ગિફ્ટ
જો તમે તમારા પાર્ટનરથી દૂર છો અને તેમને બુકેની સાથે ચોકલેટ કેક કે બહુ બધી અલગ-અલગ ફ્લેવરની ચોકલેટ પણ ગિફ્ટ કરી શકો છો.

પાર્ટનરની સાથે બનાવો ચોકલેટ ડિશ
આ દિવસે તમે પાર્ટનરની સાથે મળીને કોઇ ચોકલેટ ડિશ બનાવો. સાથે મળીને ચોકલેટ ડિશ બનાવવાથી એકબીજાની નજીક આવી જશો અને તમારી વચ્ચેના પ્રેમ સંબંધ વધુ મજબૂત બની જશે.

સ્પેશ્યલ કેક
તમે તમારા પાર્ટનર માટે કોઇપણ ચોકલેટ આઇટમ ઓર્ડર કરી તેની પર નામ લખો. તેમજ એક બીજાને વિશ કરતા પાર્ટનરની સાથે કેક કટ કરો. આમ કરવાથી તમારો પાર્ટનર ખુશ થઇ જશે.