Relationship Do not forget to do this work before sex
  • Home
  • Featured
  • સેક્સ પહેલા આ કામ કરવાનું ભૂલશો નહીં, મળશે બેસ્ટ અનુભવ

સેક્સ પહેલા આ કામ કરવાનું ભૂલશો નહીં, મળશે બેસ્ટ અનુભવ

 | 3:30 pm IST

જો વાત કરીએ સેક્સની કરીએ તો તે તેની રીતે થનારી પ્રક્રિયા છે. પરંતુ ક્યારેક જો સેક્સ માટે પહેલાથી પ્લાન કરવામાં આવે તો એકસાઇટમેન્ટને વધારી શકાય છે. અંહી કેટલીક ટિપ્સ છે જેનાથી તમે આ અનુભવને લાજવાબ બનાવી શકો છો. ખાસ કરીને જો તમે પહેલી વખત સેક્સ કરવા જઇ રહ્યા છો તો આ ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઇએ.

નિષ્ણાંતનું માનવું છે કે સેક્સ આપણા દિમાગથી શરૂ થાય છે. જેથી એક્ટ શરૂ કરતા પહેલા તે અંગે વિચારો..કલ્પના કરો કે સેક્સ અંગે વાંચી પણ શકો છો. જે તમારા દિમાગને ઉત્તેજિત કરશે.

તમારા પાર્ટનરમા મનમાં શુ છે તે જાણવાની કોશિશ કરો પરંતુ કોઇ કમિટમેન્ટ ન કરો. આખો દિવસ સેક્સી મેસેજ મોકલો, સેક્સી આઉટફિટ્સથી તેમનું મન લલચાવો. તે જાણવા માટે ઉતાવળા થશે કે તમારા મનમાં શુ છે પરંતુ તરત ન કહો.

તે સિવાય આ વાતમાં કોઇ શક નથી સેફ સેક્સ ખૂબ જરૂરી છે. જેથી જરૂરી છે કે તમે વ્યસ્ત થઇ જાવ તે પહેલા પ્રોટેક્શન લઇ લો. સાથે જ લુબ્રિકેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરો. તેમજ સારો સમય પસાર કરવા માટે એવો માહોલ બનાવવો પણ જરૂરી છે