સેક્સથી જોડાયેલી આ ભૂલો ક્યારેય ન કરશો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • સેક્સથી જોડાયેલી આ ભૂલો ક્યારેય ન કરશો

સેક્સથી જોડાયેલી આ ભૂલો ક્યારેય ન કરશો

 | 5:15 pm IST

આજકાલની ભાગ દોડ વાળી લાઇફમાં સંબંધ પાછળ છૂટી રહ્યા છે. તમારી પાસે ન તો ઘર તેમજ વૃદ્ધો માટે સમય છ. ન તો તમે બાળકો પર ઘ્યાન આપી રહ્યા છોય સમયનો અભાવ પતિ-પત્નીના સંબંધ પર પણ સાફ જોવા મળી રહ્યો છે. એકબીજાથી વાત કરવા માટેનો પણ સમય નથી. જેની અસર સેક્સુઅલ લાઇફ પર પણ થાય છે. બેડરૂમ સુધી આવતા કપલ એટલા થાકી જાય છે કે તે સૂઇ જ જાય છે. આ દરેક વાતની અસર તમારા સંબંધ પર પડે છે.

તમે કેટલાય વ્યસ્ત હોવ પરંતુ એક બીજા માટે સમય નીકાળો. એકબીજાની સાથે વાતો કરો. સેક્સ માટે મૂડ બનાવો. જેનાથી તમારા સંબંધની સાથે સાથે શરીરને પણ તાજગી મળશે ને થાક પણ દૂર થશે.

તનાવ અને વધતા વર્કલોડના કારણે પતિ-પત્નીની પાસે એટલો સમય પણ નથી હોત કે તે સેક્સને યોગ્ય રીતે એન્જોય કરી શકે. તે માત્ર ઔપચારિક્તા સુઘી રહી જાય છે. જેનાથી બન્નેને સંતુષ્ટિ મળતી નથી. એવામાં જરૂરી છે કે એક બીજાની સાથે સંવાદ વધારો . જ્યારે પણ સમય મળે એકબીજા સાથે રોમેન્ટિક વાત કરો.

કેટલીક વખત મહિલા પોતાને લઇને એટલી કોન્શિયસ થઇ જાય છે કે તેને લાગે છે તેનું વજન વધી ગયુ છે એટલે તે સેક્સી લાગતી નથી. આ વાતનું ધ્યાન રાખો કે શારીરિક બનાવટનું સેક્સ લાઇફ પર કોઇ પરક પડતો નથી. પહેલા પોતાને પ્રેમ કરવાનું શીખો.