પરણિત પુરૂષે ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પરણિત પુરૂષે ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલો

પરણિત પુરૂષે ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલો

 | 4:07 pm IST

પરણિત લાઇફને સફળ બનાવવા માટે પતિ-પત્ની વચ્ચે સંતુલન હોવું ખૂબ જરૂરી છે. જ્યારે પણ આ સંતુલન બગડે તો આખી જીંદગી પસ્તાવું પડી શકે છે. ભલે મહિલાઓ ભાવૂક થઇ જાય પરંતુ તેના સંબંધને યોગ્ય રીતે નીભાવે છે. તો પુરૂષ હંમેશા લગ્નજીવનને લઇને કેટલીક ભૂલો કરી બેસે છે. તે આખી લાઇફ ભોગવવું પડે છે. આજે અમે પુરૂષો દ્વારા કરવામાં આવતી કેટલીક ભૂલો અંગે જણાવીશું. જે કરવાથી સંબંધમાં દૂરી વધી જાય છે.

– તમારા પાર્ટનરની ભાવનાઓને જરૂરથી સમજો.જ્યાં સુધી તમે તમારા પાર્ટનરને મહત્વ નથી આપતા ત્યાં સુધી તમે તમારા સંબંધને ટકાવી શકશો નહીં. હંમેશા યુવકો આ મામલે કેટલીક ભૂલો કરે છે.

– લગ્ન બાદ પતિ-પત્ની બન્ને સુખ-દુખના સાથી બની જાય છે અને જીવનના દરેક નિર્ણય સાથે મળીને કરે છે. જો તમે તમારી પત્નીની સલાહ વગર ખર્ચો કરો છો તો તેની અસર તમારા સંબંઘ પર પડી શકે છે.

– લગ્ન બાદ પુરૂષોને તેમના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઓછો થવા લાગે છે, અને પોતાની પત્નીને સમય આપી શકતા નથી જેની અસર તમારા સંબંધ પર પડે છે અને પતિ-પત્નીના સંબંઘમાં અણબનાવ થવા લાગે છે.

– આર્થિક મામલામાં પોતાની પત્નીથી છુપાવીને પણ પુરૂષો કેટલીક ભૂલો કરી બેસે છે. જો તમે ઘરના દરેક આર્થિક નિર્ણય જાતે લેશો તો તેમા પત્નીનું કોઇ યોગદાન નથી જેથી તમારી વચ્ચે દૂરી વધવા લાગે છે.

– કોઇ મહિલા નથી ઇચ્છતી કે તેની તુલના અન્ય કોઇ મહિલા સાથે કરવામાં આવે. હંમેશા ઘરના કામ અને જવાબદારીઓને લઇને પત્નીની તુલના તેની માતા અને બીજી મહિલાઓ સાથે કરવા લાગે છે જેથી પત્નીને ખરાબ લાગી શકે છે.