પીરિયડ સેક્સ સમયે રાખો આ વાતનું ધ્યાન અને રહો ખુશ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પીરિયડ સેક્સ સમયે રાખો આ વાતનું ધ્યાન અને રહો ખુશ

પીરિયડ સેક્સ સમયે રાખો આ વાતનું ધ્યાન અને રહો ખુશ

 | 5:48 pm IST

પીરિયડ સેક્સ અંગે વિચારીને જ લોકો ડરવા લાગે છે. લોકો તેને યોગ્ય માનતા નથી. મહિલાઓને પીરિયડ દરમિયાન સેક્સ કરવામાં પ્રેગનેન્સીનો ભય લાગે છે. પીરિયડ સેક્સને લઇને લોકોના મનમાં કેટલીક માન્યતાઓ છે. જ્યારે આવું કંઇ જ નથી. અન્ય દિવસની તુલનામાં પીરિયડ સેક્સ પણ સામાન્ય હોય છે.

પીરિયડ દરમિયાન મહિલાઓનો પ્રાઇવેટ પાર્ટ કુદરતી લૂબ્રિકેટેડ રહે છે. એવામાં સેક્સ સ્મૂથ અને આરામદાયક હશે. નિષ્ણાંતો જણાવે છે કે આ દિવસોમાં ઓયસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધારે રહે છે. આ કારણથી ઉત્તેજના વધારે હોય છે. આ સમયે ઓર્ગેજ્મથી ન ફક્ત મૂડ સારો રહે છે.પરંતું તેનાથી દુખાવાને પણ આરામ મળે છે.

જોકે પીરિયડ દરમિયાન સેક્સમાં કોઇ ખતરો નથી. પરંતુ આ સમયે મહિલાઓનો પ્રાઇવેટ પાર્ટ ભીનો રહેવથી સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીજ થવાની આશંકા વધારે રહે છે. જેથી કોન્ડોમ વગર સેક્સ ન કરવું જોઇએ.

જરૂરી નથી કે પીરિયડ સેક્સ અંગે તમે જે વિચારી રહ્યા છો તે તમારો પાર્ટનર પણ વિચારી રહ્યો હોયયજેથી સારુ રહેશે કે શરમ રાખ્યા વગર તમે આ અંગે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો.

ખાસ કરીને મહિલાઓને પીરિયડ સેક્સમાં પ્રેગનેન્સીનો ભય વધારે રહે છે અને આ કારણથી તે સેક્સ કરવા તૈયાર થતી નથી. પીરિયડ ખતમ થવા પર મહિલાઓમાં ઓવ્યુલેશન સ્ટાર્ટ થાય છે. એવામાં કોઇ સ્પર્મ મળે તો તે 2-3 દિવસ જીવિત રહે છે. જેથી પ્રોટેક્શન વગર સેક્સ ન કરવું જોઇએ.