પત્ની કરશે કંઇક આવું, તો પતિ થઇ જશે દિવાના - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પત્ની કરશે કંઇક આવું, તો પતિ થઇ જશે દિવાના

પત્ની કરશે કંઇક આવું, તો પતિ થઇ જશે દિવાના

 | 4:45 pm IST

લગ્નનો સંબંધ પતિ-પત્ની માટે ખૂબ ખાસ હોય છે. આ સંબંધથી બન્નેની વચ્ચે નવી ખુશી આવે છે. લગ્નના થોડાક મહિના સુધી પતિ-પત્ની એક બીજાની દરેક વાત પંસંદ આવે છે. પરંતુ થોડાક સમય પછી પતિ-પત્નીના સંબંધમાં ખાટી-મીઠી ટકરાર અને અણબનાવ શરૂ થઇ જાય છે. જે દરેક કપલની લાઇફનો એક ભાગ બની જાય છે. કેટલીક વાર આ વાતો મોટી પણ થઇ જાય છે કે પતિ-પત્નીમાં વાતચીત બંધ થઇ જાય છે. જો તમે નથી ઇચ્છતા કે તમારો પતિ તમારાથી દૂર થઇ જાય કે વાતચીત બંધ કરી દે તો આ નાની-નાની વાતો પર જરૂરથી ધ્યાન આપો.

ધીરજથી કામ લો
પુરૂષોને તે મહિલાઓ ખૂબ પસંદ આવે છે જેનામા ખૂબ ધીરજ હોય છે. તે તેની સહનશીલતાના દીવાના હોય છે. જોકે પતિ-પત્નીના સંબંધમાં ધીરજ હોવી ખૂબ જરૂરી હોય છે. જો તમે પણ તમારા પતિને તમારી આંગળીઓ પર નચાવવા માંગો છો તો તમારા ગુસ્સાને કંટ્રોલ કરો.

સરપ્રાઇઝ આપો
પતિને તમારા દિવાના બનાવવા માટે તેના માટે કંઇક સ્પેશ્યલ કરો. તેની બર્થડે હોય કે કોઇ ખાસ દિવસ હોય તો પતિને સરપ્રાઇઝ આપો. સરપ્રાઇઝ આપવા માટે ક્યાંક બહાર ફરવા જાઓ. કેન્ડલ લાઇટ ડિનર પર જાઓ અને મુવી જોવા જાઓ. તમે ઇચ્છોતો તમારા પાર્ટનરની ફેવરિટ ડિશ પણ બનાવો. આ નાની-નાની વાતો આપણા સંબંધને મજબૂત બનાવે છે.

પતિની વાત સાંભળો
જ્યારે પણ પતિ ઘરે આવે તો તેમની સાથે વાત કરો. ઓફિસમાં શુ થયું, તેમનો દિવસ કેવો ગયોય આ દરેક વાત પતિને પૂછશો તો તેમને સારુ લાગશે. પતિને થશે કે તમને એમની ચિંતા છે.