ગર્લફ્રેન્ડને ક્યારેય ન કહેવી જોઇએ આ વાત, થઇ જશે નારાજ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • ગર્લફ્રેન્ડને ક્યારેય ન કહેવી જોઇએ આ વાત, થઇ જશે નારાજ

ગર્લફ્રેન્ડને ક્યારેય ન કહેવી જોઇએ આ વાત, થઇ જશે નારાજ

 | 10:34 am IST

સેંસેટિવ છોકરીઓ ખૂબ જ કેરિંગ, પ્રામાણિક અને વફાદાર હોય છે. જો તમારી ગર્લફ્રેન્ડ પણ સેંસેટિવ છે તો તમે ખૂબ જ લકી છો. કેમ કે, આવી છોકરીઓ ક્યારેય પોતાના પાર્ટનરનો સાથ છોડતા નથી, પણ બહુ ઝડપથી તેઓ કોઈપણ વાતને સીરિયસલી લઈ લેતા હોય છે. પોતાના પાર્ટનરની બધી રીતે ધ્યાન રાખતી આ છોકરીઓ તેમની પાસેથી પણ આવી જ આશા રાખે છે. એટલે, જો તમારી ગર્લફ્રેન્ડ પણ સેંસેટિવ હોય તો તમને અમુક વાતોના ધ્યાન રાખવું પડશે.

1- ઇમોશનલ ન બનો, રીયલ લાઇફમાં જીવો
‘ઇમોશનલ ન બનો, રીયલ લાઇફમાં જીવો’ એ કહેવું તમારો સંબંધ ખરાબ કરી શકે છે. જો તમે આવું કહેશો તો, તેને લાગશે કે, સતત ઇમોશનલ થઈને તે ખોટું કરી રહી છે. આમ કરવાથી તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે.

2- ફાસ્ટ ફોરવર્ડ ન બનો
સેંસેટિવ છોકરીઓ બધા જ કામને ખૂબ જ આરામ કરવામાં માને છે. એટલે ભૂલથી પણ તેમને આ વાતો નહી કહેતા. એવું ન બને કે ઝડપથી કામ કરવાના ચક્કરમાં તે તમને અથવા પોતાને ખુશ રાખી ન શકે.

3- વધારે વિચારવાની જરૂર નથી
એવું નથી કે સેંસેટિવ છોકરીઓ વધારે વિચારે છે, પણ તેઓ કોઈપણ વાતને સારી રીતે સમજીને આગળ વધે છે. તેમને પરિસ્થિતિના દરેક પાસા વિશે વિચારવું સારું લાગે છે. એટલે તમે તેમની ભાવનાઓનું સન્માન કરો.

4- તમારી સાથે રહેવું મુશ્કેલ છે
તમારી ગર્લફ્રેન્ડને આ વાત તો ભૂલથી પણ ન કહેતા. આ વાત સાંભળીને તેને લાગે છે કે, તેઓ તમારી ઉપર બોજ છે, એટલું જ નહી તેઓ પોતાના અસ્તિત્વ ઉપર પણ સવાલો ઉભા કરવા લાગે છે, અને પોતે તમારા લાયક નથી આવું વિચારવા લાગે છે.

5.એટેંશન બનવું ગમતું નથી
આ પ્રકારની છોકરીઓને આકર્ષણનું કેન્દ્ર બનવું જરાય ગમતું નથી. ઘણા બધા લોકોને લાગે છે કે, તેઓ અટેન્શન લેવા માંગે છે પણ આમ હોતું નથી, તેઓ ફક્ત લોકોની સહાયતા કરવા માંગે છે.