Relationship Exercise is a great way to enjoy intimacy life
  • Home
  • Featured
  • શારીરિક સંબંધની ભરપૂર મજા માણવી છે તો કરો બસ આ કામ

શારીરિક સંબંધની ભરપૂર મજા માણવી છે તો કરો બસ આ કામ

 | 2:05 pm IST

નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્યને લગતા લાભ થાય છે આ વાત દરેક લોકો જાણે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારી સેક્સ લાઇફને પણ બેસ્ટ બનાવી શકે છે. વ્યાયામ કરવાથી તમારા શેપમાં રહે છે. શેપમાં રહેવાના કારણે સારો અનુભવ કરે છે અને સારો અનુભવ કરવાની આ ફીલિંગ તમને બેડરૂમાં હોટ રાખે છે.

લચીલાપનમાં કરે છે સુધારો

સેક્સ કરતા સમયે શરીરમાં સારી ફ્લેક્સીબ્લિટી થવાથી પ્લેઝર અનેક ગણું વધી જાય છે. પૂરતા લીચલુ ન હોવાથી માંસપેશીઓમાં જકડન કે ખેંચાણ થઇ શકે છે. જે તમારા અને તમારા પાર્ટનરનો રસ ઓછો કરી શકે છે. જ્યારે સ્નાયુઓનું લચીલાપન પાવર પ્લે માટે મજબૂત અને લચીલી નર્વ્સ આપે છે.

સેક્સુઅલ અનુભવ

એક અભ્યાસથી માલૂમ પડે છે કે નિયમિત વ્યાયામથી યૌન શક્તિ વધી શકે છે. શેપમાં હોવાથી તમે તમારા શરીરની સાથે વધારે સહજ થઇ જશે. જે તમારા આત્મવિશ્વાસને વધારે છે અને તમે બેડ પર પોતાને કામુક અને જીવંત અનુભવ કરી શકો છો.

ટેસ્ટોસ્ટેરોનમાં વધારો

વ્યાયામ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને પણ પંપ કરવામાં મદદ કરે છે. ટેસ્ટોસ્ટેરોન એક એવું હોર્મોન છે. જે પુરૂષોની સેક્સ લાઇફને સારી બનાવવા માટે જરૂરી છે. નિયમિત વ્યાયામ ટેસ્ટોસ્ટેરોનના ઓછા થતા સ્તરને રોકવામાં મદદ કરે છે. એક અભ્યાસને આ પણ સલાહ આપવામાં આવી છે કે એક પુરૂષની કમર તેના ટેસ્ટોસ્ટેરોનના સ્તર સાથે સંબંધ રાખે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે કમરમાં જેટલી તંદરસ્ત હોય છે. પુરૂષના ટેસ્ટોસ્ટેરોન લેવલ એટલું જ વધારે હોય છે.

લોહીના પ્રવાહને વધારો

નિયમિત વ્યાયામ તમારી મસલ્સને સ્વસ્થ બનાવે છે. તેમા તે મસલ્સ પણ સામેલ છે. જે તમારા પગની વચ્ચે કરવામાં આવે છે. વ્યાયામથી લોહીનો પ્રવાહ વધે છે અને લોહીના પ્રવાહ પુરૂષોને સારું ઇરેક્શન કરવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન