યુવક અને યુવતીઓમાં કેમ ઘટે છે યૌન શક્તિ, તમે પણ જાણી લો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • યુવક અને યુવતીઓમાં કેમ ઘટે છે યૌન શક્તિ, તમે પણ જાણી લો

યુવક અને યુવતીઓમાં કેમ ઘટે છે યૌન શક્તિ, તમે પણ જાણી લો

 | 2:32 pm IST

આજની લાઇફ સ્ટાઇલ્સ પ્રમાણે મહિલાઓ અને પુરૂષો અનેક બિમારીઓથી પીડાતા હોય છે. તો સ્થૂળતાની સમસ્યા એક ગંભીર સમસ્યા પણ બની ગઇ છે. સ્થૂળતાના કારણે હાર્ટ ડિસીઝ, હાઇપરટેન્શન,ટાઇપ 2 ડાયાબિટીઝ સહિતના ઘણા રોગ થઇ શકે છે. એટલું જ નહીં વધારે વજનના કારણે મહિલાઓ અને પુરૂષ બન્નેની યૌન શક્તિમાં પણ ઘટાડો થાય છે. એક શોધમાં કહેવામાં આવ્યું છે કે સ્થૂળતાના કારણે યુવકોમાંથી ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે. પરંતુ ઓછુ વજન અને બીએમઆઇના કારણથી ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

તો ડોક્ટર્સનું કહેવું છે કે વધારે વજનના કારણે મહિલાઓ અને પુરૂષોમાં પર જુદો-જુદો પ્રભાવ પડે છે. યૌન શક્તિમાં નબળાઇના મામલામાં તે યુવકોની અપેક્ષા મહિલાઓને વધારે પ્રભાવિત કરે છે. જેના કારણે કિશોરાવસ્થામાં પીરિયડ્સમાં અનિયમતતાની પણ ફરિયાદ રહે છે. વધારા વજનથી મહિલાઓમાં વંધ્યત્વનું પણ કારણ હોય શકે છે. જેનાથી ગર્ભ ધારણ કરવામાં પણ મુશ્કેલી આવે છે.

યુવકોમાં વધારે વજનના કારણે સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘણાં અભ્યાસમાં આ વાત સામે આવી છે કે સ્થૂળતાથી પીડાતા યુવકોમાં ફીટ વ્યક્તિના મુકાબલામાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછુ થાય છે. સાથે-સાથે વધારે વજનના કારણે હાઇપરટેન્શનની સમસ્યા વધે છે. જે પ્રીમેચ્યોર ઇજૈકુલેશનનું પણ કારણ બને છે. જેથી મહિલા અને પુરૂષો સહિત દરેક લોકોએ વધતા વજનને ખૂબ ધ્યાન રાખવું જોઇએ. જેથી આગળ જતા કોઇ ગંભીર સમસ્યા થઇ શકે છે.