આ 4 કારણોથી યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે નથી કરતી લગ્ન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • આ 4 કારણોથી યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે નથી કરતી લગ્ન

આ 4 કારણોથી યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે નથી કરતી લગ્ન

 | 3:55 pm IST

યુવતીઓ રિલેશનશિપ લાઇફને જીવવા તો માંગે છે પરંતુ તેને નીભાવવા માંગતી નથી. મતલબ કે યુવતીઓ યુવકો સાથે લવ લાઇફ તો જીવે છે, રિલેશનશીપમાં રહે છે. પરંતુ તેનાથી જ્યારે લગ્નની વાત કરવામાં આવે તો તે પરેશાન થવા લાગે છે. જેની પાછળ ઘણા કારણો હોય છે. યુવતીઓ ગર્લફ્રેન્ડ બનવા રાજી થઇ જાય છે પરંતુ લગ્ન કરતી નથી.

  • યુવતીઓ તેમના ભવિષ્યને લઇને ખૂબ સતર્ક રહે છે. લગ્ન બાદ તેને તેનુ પરિવાર છોડીને યુવકના ઘરે જવું પડે છે. એવામાં તમામ વાતો વિચારીને તે બોયફ્રેન્ડથી લગ્ન કરવાની જગ્યાએ પરિવારના પસંદના યુવકથી લગ્ન કરવાનો નિર્ણય કરે છે.
  • જ્યારે કોઇ યુવતી કોઇના પ્રેમમાં હોય છે તો તેને તેના પાર્ટનરમાં કોઇ ખામી નજરે પડતી નથી. પરંતુ જો વાત લગ્નની હોય તો યુવતીઓ એજ યુવકની સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. જે ફાયનાન્શિયલ મજબૂત હોય અને તેની દરેક ઇચ્છાઓ પૂરી શકે.
  • રિલેશનશિપમાં રહેવું આજકાલ ટ્રેન્ડ બની ગયું છે. એવામાં યુવતીઓ બોયફ્રેન્ડ બનવી લે છે. પરંતુ ઘરમાં કહેવાથી ડરે છે. યુવતીઓને આ વાતનો ડર રહે છે કે ક્યાંક તેના માતા-પિતા તેની પસંદને રિજેક્ટ ન કરી દે અને આ જ ડરથી તે ઘરમાં કહેતી નથી.
  • બોયફ્રેન્ડથી લગ્ન અંગે યુવતીઓના મનમાં આ વાત જરૂર આવે છે કે તે લગ્ન પછી તેને ખુશ રાખશે કે નહીં. લગ્ન પહેલા તો દરેક યુવક તેની પાર્ટનરની વાત માને છે અને ખુશ રાખે છે. પરંતુ લગ્ન પછી સ્થિતિ બદલાઇ જાય છે. તે સિવાય યુવતીઓના મનમાં આ વાત પણ આવે છે કે લગ્ન બાદ તેનો બોયફ્રેન્ડ સારો પતિ બની શકશે કે નહીં. આ દરેક કારણોના લીધે યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરતી નથી.