જાણો આ વાતમાં યુવકોથી વધારે ખોટું બોલે છે યુવતીઓ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • જાણો આ વાતમાં યુવકોથી વધારે ખોટું બોલે છે યુવતીઓ

જાણો આ વાતમાં યુવકોથી વધારે ખોટું બોલે છે યુવતીઓ

 | 7:48 pm IST

કોઇપણ સંબંધમાં મજબૂત કડી વિશ્વાસ હોય છે. પાર્ટનર વચ્ચે જો આ વાત મજબૂત હોય તો રિલેશનશીપની સામે કોઇ ટકી શકે નહીં. એક શોધ મુજબ આ વાત કહેવામાં આવી છે કે યુવતીઓ રિલેશનશીપમાં હોવા પર યુવકોથી વધારે જુઠું બોલે છે. જો તમે એમ વિચારી રહ્યા છો કે તમારી ગર્લફ્રેન્ડ તમારાથી દરેક વાત કરે છે તો તે તમારી ગેરસમજ પણ હોય શકે છે. ક્યારેકને ક્યારેક તો યુવતીઓ ખોટું બોલે જ છે. આવો જોઇએ એવી કઇ વાતો છે જે યુવતીઓ ખોટું બોલે છે.

જ્યારે યુવક તેની ગર્લફ્રેન્ડની સામે અન્ય યુવતીને જોવે છે કે તેના વખાણ કરે છે, તો તેનાથી બિલકુલ સહન થતું નથી. તે છતાં પણ યુવતીઓ કહે છે કે તેને કોઇ ફરક પડતો નથી. આ વાત મનમાં રાખે છે અને યોગ્ય સમયની રાહ જોવે છે. યોગ્ય સમયે તે આ વાત કરીને તમને કહે છે. જ્યારે તમારી પાસે બોલવા માટે કઇ હોતું નથી. દરેક યુવતીઓ મેકઅપ કરે છે. તે પછી બેસિક મેકઅપ કેમ ના હોય , તે હંમેશા સુંદર દેખાવા માંગે છે. પરંતુ બોયફ્રેન્ડની સામે એવી રીતે રિએક્ટ કરે છે કે તેને ક્યારેય મેકઅપનું નામ પણ ન સાંભળ્યું હોય.

યુવતીઓ ઇચ્છે કે જ્યારે તે બહાર જાય તો તેમનો પાર્ટનર તેમની સાથે સમય પસાર કરે. પરંતુ અન્ય લોકોની સામે તે તેના પાર્ટનરને એન્જોય કરવાનું કહે છે. આ વાત યુવતીઓ ખોટી બોલે છે. તે સિવાય જો તમારી ગર્લ ફ્રેન્ડ તમારી કોઇ વાતથી નારાજ હોય તો તે ક્યારેય સહેલાઇથી આ વાત તમને કરશે નહી. તમારી ગર્લફ્રેન્ડ તમને એમ જ કહેશે કે જે કરવું હોય તે કરો. હુ કોઇ વાતથી નારાજ નથી.