લગ્ન પછીની પહેલી રાત્રે શુ વિચારે છે યુવતીઓ,જાણો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • લગ્ન પછીની પહેલી રાત્રે શુ વિચારે છે યુવતીઓ,જાણો

લગ્ન પછીની પહેલી રાત્રે શુ વિચારે છે યુવતીઓ,જાણો

 | 5:08 pm IST

લગ્ન પછી દરેક યુવતીની એક અલગ દુનિયા હોય છે. તેના નવા જીવનને લઇને તેના દિમાગમાં નવા-નવા સપના હોય છે. જાણો કયા છે તે સવાલ જેનાથી દરેક યુવતીઓને પસાર થવું પડે છે.

લગ્નની પહેલી રાત્રે યુવતીઓ ગભરાઇ જાય છે. તેમની ફર્સ્ટ નાઇટ કેવી હશે. જેના માટે તે કેટલીક સેક્સની વાતોથી અને વિચારથી પસાર થાય છે. જીવનનો પ્રથમ સેક્સ અનુભવ કેવો હશે તે અંગે તે વિચારે છે. લગ્નના એક દિવસ પહેલા યુવતીઓ સૌથી વધારે પરેશાન રહે છે. ખાસ કરીને તેના કપડાને લઇને પરેશાન રહે છે કે પ્રથમ દિવસે શુ પહેરે.

કેટલીક યુવતીઓ લગ્ન બાદ હનીમૂન અંગે વિચારે છે. જોકે કેટલાક લોકો તો લગ્ન પહેલા જ હનીમૂન અંગે પ્લાન કરી લે છે. છતા પણ તેમના મનમાં કેટલાક સવાલો આવે છે. કારણકે યુવતીને લગ્ન કરીને નવા પરિવાર સાથે જવાનું હોય છે. તેમજ નવો પરિવાર તેને પંસંદ કરે તે માટે શુ કરવું જોઇએ. એવા સવાલો પણ યુવતીઓના મનમાં આવે છે. યુવતીઓને લગ્ન બાદ થનારા બાળકોના વિચારો પણ આવે છે. તેને ડિલીવરીના દુખાવાથી લઇને બાળકને જન્મ આપવાની ખુશી સુધી દરેક વસ્તુના વિચારો આવે છે.

યુવતીઓ તેમના થનારા પતિને લઇને એક તસવીર બનાવી લે છે કે લગ્ન સમયે અને લગ્નની પહેલી રાત દરમિયાન તેના પતિના વ્યવહારની સમીક્ષા કરે છે અને વિચારે છે કે શુ તેને યોગ્ય નિર્ણય લીધો છે કે નહીં.