આ આદતોથી ખરાબ થઇ શકે છે તમારું લગ્નજીવન - Sandesh
NIFTY 11,396.20 -38.90  |  SENSEX 37,735.56 +-116.44  |  USD 70.3000 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • આ આદતોથી ખરાબ થઇ શકે છે તમારું લગ્નજીવન

આ આદતોથી ખરાબ થઇ શકે છે તમારું લગ્નજીવન

 | 7:45 pm IST

કોઇપણ સંબંધની જેમ લગ્નને નીભાવવા પણ ખૂબ મુશ્કેલ હોય છે.લગ્નજીવનમાં પાર્ટનરની કેટલીક વાતોને લઇને અણબનાવ થાય છે અને તે વાતો એક મોટા ઝધડાનું સ્વરૂપ લે છે. જેથી લગ્નજીવન પણ મુશ્કેલીમાં મૂકાય જાય છે. તો ઘણી એવી વાતો છે જે કરવાનું તમે છોડી દેશો તો તમે મોટા મોટા ઝઘડાથી બચી શકો છો. ઘણાં લોકોને સૂતા પહેલા ઇમેઇલ તેર કરવા, તેમજ કઇપણ કરવું જેવી સામાન્ય આદત હોય છે. તો તેમણે પાર્ટનરની આ આદત ખરાબ લાગી શકે છે. તો કેટલીક એવી સામાન્ય આદતો છે જે તમારા લગ્ન જીવનમાં તિરાડ કરી શકે છે.

કેટલીક વાર તમે તમારા પાર્ટનરને એકલામાં બોલો છો તો તે ઠીક છે. પરંતુ સતત કોઇ કારણ વગર આમ કરવાથી સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇને પણ આ વાત પસંદ નથી કે તેની ખામી કોઇની સામે આવે. આગામી વખત જ્યારે પણ તમે તમારા પાર્ટનરને બોલી રહ્યા છો તો પોતાને રોકી લેજો. જો તમારે તમારા પાર્ટનરને તેની ખામી અંગે કહેવું જ હોય તો તેને બરાબર કરીને કહી શકો છો.

લગ્નમાં કોઇ એક સંબંધ અન્ય સંબંધથી મોટો નથી હોતો. પોતાના પરિવારને મહત્વ આપવું અને પાર્ટનરના પરિવારને મહત્વ ન આપવું ખોટું છે. બન્ને પરિવારને મહત્લ અને સમય આપો જેતી સંબંધ વધારે મજબૂત બની શકે. તે સિવાય જો તમે દરેક સમયે ફરિયાદ કરો છો તમેજ વાત -વાતમાં ખામી નીકાળ્યા કરો છો તો તમારો સંબંઘ ખરાબ થઇ શકે છે. જેથી તમારે તમારી આદત સુધારવી જોઇએ. તેમજ તમે તમારા પાર્ટનર સાથે દરેક વાત શેર કરો.