રોજની આ પ્રકારની આદત ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • રોજની આ પ્રકારની આદત ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ

રોજની આ પ્રકારની આદત ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ

 | 5:41 pm IST

રોજની તમારી કામકાજની આદતો સ્પર્મના પ્રમાણને ઓછી કરી રહી છે. ખાણી-પીણી, ઉઠવા-બેસવામાં ઘણી એવી નાની-નાની વાતો છે. જે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. પરંતુ તેનાથી તમારા પાર્ટનરને પણ ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધીમે-ધીમે તેની વૈવાહિક જીવન પર પણ અસર પડી રહી છે. જો તમે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છો અને ભવિષ્યમાં આ મુશ્કેલીથી બતવા માંદગો છો તો આજથી ઘણી એવી આદતો બદલી લો.

ફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાથી
ઘણાં લોકો તેમના મોબાઇલને પેન્ટના ખિસ્સામાં રાખે છે. પરંતુ આમ ન કરવું જોઇએ. કારણકે તમારા ફોનથી નીકળનારા ખતરનાક રેડિએશન સ્પર્મના પ્રજનનને ઓછા કરે છે. અભ્યાસમાં દાવો કર્યો છે કે ફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાથી 9 ટકા સ્પર્મ ઓછું થઇ જાય છે.

કાર્બોનેટિડ ડ્રિંક્સ
જો તમે કાર્બનડાઇ ઓક્સાઇથી ભરેલા પીણાંનો જરૂરથી વધારે સેવન કરી રહ્યા છો તો આજે જ છોડી દો. આ પીણા તમારા સ્પર્મ કાઉન્ટ ઓછા કરી રહી છે. ફક્ત એજ નહી પરંતુ બિયરથી પણ તેનું પ્રમાણ ઓછું થાય છે. કારણકે આ પીણાંમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. જે સ્પર્મ બનવાની કાર્યપ્રણાલીમાં રુકાવટ લાલે છે.

લેપટોપને પગ પર રાખીને કામ ન કરવું
મળતી માહિતી મુજબ ટેસ્ટિકલ્સ એટલે કે અંડકોષ શરીરના તાપમાનથી લગભગ બે ડિગ્રી ઠંડુ રહેવું જોઇએ. મતબ કે તમે તમારા ખોળામાં લેપટોપ રાખો છો તો તેની ગરમ હવાથી તમારા સ્પર્મ ઓછા થઇ શકે છે. માટે લેપટોપ ટેબલ રાખીને કામ કરવું જોઇએ.

ગરમ પાણીથી ન નાહવું
જો તમે આખા દિવસનો થાક ઉતારવા ગરમ પાણીથી સ્નાન કરી રહ્યા છો તો સાવધાન થઇ જાવ. વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્પર્મ ઘટી જાય છે અને તેની અસર ધીમે-ધીમે તમારા પગ પર જોવા મળે છે.

ઓછી ઉંઘ
જે રીતે તમારા શરીર અને દિમાગને આરામ જોઇએ. તે રીતે તમારા સ્પર્મને પણ આરામની જરૂરત હોય છે. સાતથી આઠ કલાકની ઉંઘ તમારા શરીરના સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે. જો તમે કોઇપણ કારણોસર સાત કલાકની ઉંઘ ન લઇ શક્યા તો તમે યોગા કરીને સ્પર્મમાં વધારો કરી શકો છો.

ટાઇટ પેન્ટ
ટાઇટ પેન્ટ પહેરવાથી ફક્ત તમારા પ્રાઇવેટ પાર્ટમાં જલન અને ખંજવાળજ નહી, પરંતુ સ્પર્મ માટે યોગ્ય નથી. ટાઇટ કપડા તમારા ટેસ્ટિકલ્સ એટલે અંડકોષને પગ પાસે રાખે છે. જેનાથી તે દિવસ દરમિયાન ગરમ રહે છે. જેથી સ્પર્મ ઘટી જાય છે. આટલું જ નહી ઘણી એવી વાતો છે જેમ કે સ્મોકિંગ, થાક, દારૂ અને અનનેચરલ સેસ્કથી પણ સ્પર્મના પ્રમાણમાં ઘટાડો થાય છે.