હનીમૂન બાદ પાર્ટનરને રાખો આમ ખુશ, યથાવત રહેશે રોમાન્સ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • હનીમૂન બાદ પાર્ટનરને રાખો આમ ખુશ, યથાવત રહેશે રોમાન્સ

હનીમૂન બાદ પાર્ટનરને રાખો આમ ખુશ, યથાવત રહેશે રોમાન્સ

 | 4:35 pm IST

લગ્ન બાદ દરેક કપલ તેમના હનીમૂનને લઇને ખૂબ એક્સાઇટેડ રહે છે. જેના માટે લગ્ન પહેલા બન્ને મળીને સ્થળ પસંદ કરે છે. તે સિવાય હનીમૂનને લઇને ઘણા પ્લાન પણ બનાવે છે.હનીમૂન પર નવા કપલ ઘણી રોમેન્ટિક વાતો પણ શેર કરે છે અને તે યાદોને લાઇફ ટાઇમ સાચવી રાખે છે. હનીમૂનના ખાટા-મીઠા અનુભવોની સાથે કપલ આ નવા સંબંધની શરૂઆત કરે છે. પંરતુ હનીમુન પરથી ઘરે પરત આવીને બન્ને પોતાની લાઇફમાં વ્યસ્ત હોય છે. તેમની લાઇફથી રોમાન્સ ધીમે-ધીમે ઓછો થઇ જાય છે. જો તમારે પણ હનીમૂન બાદ તમારા પાર્ટનર વચ્ચે રોમાન્સ ઓછો થઇ ગયો છે તો અમારી પાસે ઘણી એવી ટિપ્સ છે જે હનીમૂન બાદ પણ તમારા રોમાન્સને યથાવત રાખે છે.

પાર્ટનરને હનીમૂન બાદ સરપ્રાઇઝ આપવી જોઇએ. જેથી તમારા પાર્ટનરને ખુશી થાય છે. તે સિવાય તમે તમારા પાર્ટનર સાથે રહો છો તો તમને તેની પસંદ અને નાપંસદ તો ખબર જ હશે. તો તમારે તમારા પાર્ટનરને એક સરસ સરપ્રાઇઝ આપવી જોઇએ.ઘણી વાર આપણે અનેક કામોને મહત્વ આપતા નથી. એવામાં તમારે તમારા પાર્ટનર સાથે કામમાં અદલાબદલી કરી લો. જેથી તમે એકબીજાની બરાબર સમજી શકીએ. તેમજ તમારો પાર્ટનર તમારી હેલ્પ પણ કરે. બન્ને વચ્ચે પ્રેમ વધારવા માટે આ એક સારો કોન્સેપ્ટ છે. તે સિવાય તમે એકબીજાની સાથે રહેશો તો તમને તમારા પાર્ટનરની આદત પડી જશે અને ઘણી વાતોથી તમને કંટાળો પણ આવી શકે છે.જેથી તમે કોઇ એક એવી નાની સોલો ટ્રિપનો પ્લાન કરો. જેથી જ્યારે તમે એક બીજાને મળશો તો એક નવા અંદાજમાં જોવા મળશે.

વ્યસ્ત લાઇફમાંથી સમય નીકાળીને અમૂક સમયે પાર્ટનર સાથે ડેટ પર પણ જાવ. આ ડેટ પર તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક વાતો કરી શકો છો. ધરથી બહાર નીકળી તમે એક નવા વાતાવરણમાં જાવ છો તે તમારા સ્વાસ્થ્યની સાથે તમારા રિલેશન માટે પણ ખૂબ સારું છે. તો તમારા પાર્ટનરની પસંદ જાણી તેને પસંદ પડે તે વાતો કરવી જોઇએ.