આ ટિપ્સથી ગર્લફ્રેન્ડને કરશો ઇમ્પ્રેસ તો થઇ જશે ફિદા - Sandesh
  • Home
  • Sex & Relationship
  • આ ટિપ્સથી ગર્લફ્રેન્ડને કરશો ઇમ્પ્રેસ તો થઇ જશે ફિદા

આ ટિપ્સથી ગર્લફ્રેન્ડને કરશો ઇમ્પ્રેસ તો થઇ જશે ફિદા

 | 7:46 pm IST

યુવતીઓથી વાત કરતા સમયે કેટલાક યુવકો અસહજતા અનુભવે છે. તેનું કારણ છે કે યુવકોનું હેન્ડસમ ન હોવું. તેમને લાગે છે કે તે સારા નહી લાગે તો કોઇપણ યુવતી તેમની તરફ આકર્ષિત થશે નહીં. તમારા મનમાં પણ આ રીતના વિચાર આવે છે તો આ વાત જાણી લો કે યુવતીઓ યુવકના લુક સિવાય તેમનો વ્યવહાર અને સ્વભાવ પર વધારે ફિદા હોય છે. જરૂરી નથી કે યુવક હેન્ડસમ હશે તો જ યુવતી તેને તેનો મિત્ર બનાવશે. આવો જોઇએ કેવી રીતે ફિદા થાય છે યુવતીઓ..

• યુવતીઓના દિલમાં જગ્યા બનાવવા માટે સ્ટાઇલ કામમાં આવતી નથી. જેના માટે પહેલા યુવતીના મગજમાં શુ ચાલે છે તે અંગે જાણવું જોઇએ. કારણકે યુવતીઓ તેમના મિત્રમાં સારો સ્વભાવ જોવે છે.

• યુવતીને વારંવાર મળી રહ્યા છો તો તેના માટે કંઇક એવું કરો કે તેના માટે તે વાત યાદગાર બની જાય. તેને તેની પસંદની જગ્યા પર લઇ જાવ.

• તેને વાતચીત દ્રારા સમજાવો કે તેના માટે તમે પોતે અને તમારો પરિવાર પરફેક્ટ ઠે. આ રીતે તે તમારી તરફ આકર્ષિત થઇ જશે.

• તમે તેને કહો કે તમારા માટે તે ખાસ છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે તેને મળો તો મિત્ર જેવો વ્યવહાર કરો. તેને પસંદ આવે તેવી વાતો કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન