પતિ રોજ કરશે આ કામ તો પત્ની થઇ જશે ખુશ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પતિ રોજ કરશે આ કામ તો પત્ની થઇ જશે ખુશ

પતિ રોજ કરશે આ કામ તો પત્ની થઇ જશે ખુશ

 | 8:26 pm IST

કેટલીક વખત જોવા મળે છે કે પત્ની તેના પતિને ખુશ રાખવા માટે પુરી કોશિશ કરે છે. જ્યારે પતિ એવી કોઇ કોશિશ કરતા નથી. કારણકે પતિને તેની પત્નીનું દિલ જીતતા આવડતું જ નથી. તો આવો જોઇએ પત્નીનું દિલ જીતવાની કેટલીક સહેલી રીત. જે અપનાવવાથી તમારી પત્ની તમારી ફિદા થઇ જશે.

દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે આઇ લવ યુ કહો. તમારી પત્ની સામે હોય કે ફોન પર પણ તેને લવ યુ કહો. દિવસમાં 3-4 વખત કહો કે તમે તેને ખૂબ પ્રેમ કરો છો. કારણકે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો પરંતુ વ્યક્ત નથી કરતા તો તમારી પત્નીને ખબર કેવી રીતે પડશે કે તમે તેને પ્રેમ કરો છો.

થોડાક દિવસના અંતરે સગવડ પ્રમાણે તમારી પત્નીને ખુશ કરવા માટે નાની-મોટી ગિફ્ટ લઇ જાવ. તે સિવાય તમે તમારી પત્નીને ફુલ પણ આપી શકો છો. તમે ઓફિસ જતા પહેલા તેને માટે એક પ્રેમથી ભરેલી નોટ લખો અને કાચની સામે રાખી દો. જ્યારે તે તમારી પ્રેમથી લખેલી નોટ વાંચશે તો ખુશ થઇ જશે અને તમને પ્રેમ કરવા માટે પોતાને રોકી નહીં શકે.

તે સિવાય તમે તમારી પત્નીને ગળે પણ લગાવી શકો છો. ઘરે આવતા જ તમારી પત્નીને ગળે લગાવો. જે પ્રેમ વ્યકત કરવાની એક સારી રીત છે. તેમજ તમારી પત્નીને કહો કે તે કેટલી સુંદર લાગી રહી છે. તે ઉપરાંત તમે તમારી રજાના દિવસે ઘરે તમારી પત્ની માટે સ્પેશ્યલ વાનગી પણ બનાવી શકો છો. જે જોઇને પણ તેને ખુશીનો અનુભવ થશે. તમે તમારી પત્ની માટે રૂમમાં પથારી કરી શકો છો. તેમજ ઘરના કામમાં પણ મદદ કરી શકો છો.