દરેક પતિ તેમની પત્નીથી છૂપાવે છે આ ખાસ વાતો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • દરેક પતિ તેમની પત્નીથી છૂપાવે છે આ ખાસ વાતો

દરેક પતિ તેમની પત્નીથી છૂપાવે છે આ ખાસ વાતો

 | 7:06 pm IST

કોઇપણ સંબંધ હંમેશા વિશ્વાસ પર ટકેલો હોય છે. ખાસ કરીને પતિ- પત્નિનો સંબંધ. કારણકે આ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસનું ખૂબ મહત્વ હોય છે. એવામા બન્નેએ એકબીજાથી કઇ છૂપાવવું જોઇએ નહીં. પરંતુ કેટલાક પતિ તેમની પત્નીથી કેટલીક વાતો છૂપાવે છે. જેના કારણે લગ્ન જીવન પર અસર પડી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જે પતિ હંમેશા તેની પત્નીથી છુપાવે છે.

• પતિ તેમની પત્નીથી આઇ લવ યુ સાંભળવાની ઇચ્છા રાખે છે. પરંતુ આ વાત તે પત્નીને કહી શકતા નથી.
• પતિ-પત્નીની લાઇફમાં બાળક આવી જાય છે તો પત્નીઓ પતિ પર વધારે ધ્યાન આપી શકતી નથી. પતિ પોતાને નજરઅંદાજ થતો હોય તેમ સમજે છે. તે ઇચ્છે છે કે તેમની પત્ની પહેલાની જેમ થોડોક સમય તેને પણ આપે.
• પતિ થોડોક સમય શાંતિથી એકલા રહેવા માંગે છે જેના કારણે પત્નીઓને લાગે છે કે તેમના પતિ ગુસ્સે છે.
• પત્નીઓની જેમ પતિ પણ તેમના વખાણ સાંભળવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેય કહી શકતા નથી.
• ખાસ કરીને પતિ જ રોમાન્સની શરૂઆત કરે છે. પરંતુ ક્યારેક તે ઇચ્છે છે કે પત્ની તેના તરફથી રોમાન્સની પહેલ કરે. પરંતુ આ વાત ક્યારેય પતિ પત્નીને કહી શકતા નથી.