Relationship If you are not satisfied with sex then talk to your partner
  • Home
  • Featured
  • સેક્સથી સંતુષ્ટ નથી તો પાર્ટનરથી કરો આ રીતે વાત

સેક્સથી સંતુષ્ટ નથી તો પાર્ટનરથી કરો આ રીતે વાત

 | 5:32 pm IST

કેટલીક રિલેશનશિપમાં કાઉન્સેલર્સનું માનવું છે કે ખાસ કરીને મહિલાઓ સેક્સથી સંતુષ્ટ થઇ શકતી નથી અને તે તેના પાર્ટનરે આ જણાવવામાં હિચકિચાય છે. સંબંધમાં તનાવ થયા બાદ પણ બન્નેમાં આ અંગે વાત થઇ શકતી નથી, સંબંધમાં કોઇ કારણ વગર તનાવ ન થાય જેથી જરૂરી છે તે તમે તમારા પાર્ટનરને આ વાત જણાવો. તે પછી ઇશારામાં હોય કે પછી પાર્ટનરને ફેસ ટુ ફેસ કહેવું પડે. તો આજે અમે તમને જણાવીશુ કે કેવી રીતે તમારા પાર્ટનરને ઇચ્છા જણાવશો.

જો તમે તમારા પાર્ટનરથી પૂછશો કે તેને શુ સારુ લાગે છે તો તે પણ તમે તે અંગ પુછશે. આ રીતે તમે તમારી વાત તમારા પાર્ટનરને સમજાવી શકો છો. જો તમારો પાર્ટનર તમને સમજશે તો તમને સારુ પરિણામ જોવા મળશે. આ પછી પણ તમે અસંતુષ્ટ છો તો આ અંગે ખુલીને વાત કરી શકો છો.

તમે તમારી બેડરૂમ એક્ટિવીટીજને રોચક બનાવી શકો છો. તેમાથી સેક્સ ગેમ્સ સારો વિકલ્પ છે. જેમ કે કોઇ દિવસ તમે પાર્ટનપને જણાવશો કે તમે તેને ખાસ કેરેક્ટર તરીકે જોવા માંગો છો આ રીતે વાત-વાતમાં તમે તમારા મનની વાત કહી શકો છો.

તે સિવાય તમે બેડરૂમમાં તમારા પાર્ટનરને ગાઇડ કરી શકો છો કે તેને શુ કરવું જોઇએ અને શુ ન કરવું જોઇએ.

ખાસ કરીને મહિલાઓ તેમના પાર્ટનરથી પોતાની જરૂરિયાત અંગે વાત કરવામાં શરમાય છે. પરંતુ સૌથી સારો વિકલ્પ છે તમે તમારા પાર્ટનરને સમજાવવાની કોશિશ કરો છો તો શુ કહેવું જોઇએ. ધ્યાન રહે કે વાત કરતા સમયે તમારી વાત કરવાની રીત સારી હોવી જોઇએ નહી કે આક્ષેપ કરતા હોય. વાત કરવાથી સમસ્યાઓ ખતમ થાય છે.