Relationship If you love college, keep this special attention
  • Home
  • Featured
  • કોલેજમાં થઇ ગયો છે પ્રેમ, તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

કોલેજમાં થઇ ગયો છે પ્રેમ, તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

 | 7:01 pm IST

કેટલીક વખત કોલેજ કે સ્કૂલમાં અભ્યાસ કરતા સમયે આપણે આપણા ક્લાસમેટને પ્રેમ કરવા લાગીએ છીએ. તો મને કેટલાક સવાલોથી ઘેરાઇ જાય છે. ક્યારેક એવું પણ લાગે છે કે આપણે કોઇ ભૂલ કરી હોય, પરંતુ દિલ ક્યાં કોઇનું સાંભળે છે. જો તમે પણ તમારા ક્લાસમેટને પ્રેમ કરી બેસો છો તો પોતાને નેગેટિવ ન કરો. જો તમે બન્ને એકબીજાને પ્રેમ કરો છો તો આ તમારા બન્ને માટે ફાયદાકારક છે.

ખાસ કરીને ઉતાવળ હોય છે તો આપણે તૈયાર થયા વગર જ કોલેજ પહોંચી જઇએ છીએ. પરંતુ આપણા કોલેજના મિત્રથી પ્રેમ થઇ જાય છે તો આપણે જ્યારે પણ કોલેજ જઇએ તો તૈયાર થઇને જઇએ છીએ. તમે ઇચ્છશો કે તમારો પાર્ટનર ફક્ત તમને જ નોટિસ કરે.

જ્યારે તમે તમારા ક્લાસમેટથી પ્રેમ કરો છો તો તમે થોડોક સમય તમારા પાર્ટનરની સાથે અલગ ટાઇમ પસાર કરવા માંગો છો. એવામાં કોલેજની કેન્ટીન, પ્લેગ્રાઉન્ડ યોગ્ય વિકલ્પ નથી. કારણકે ત્યાં તમને કોઇપણ જોઇ શકે છે. જેથી વધારે સમય કોલેજ કપલ લાઇબ્રેરીમાં જવાનું પસંદ કરે છે. એવામા તમને ખૂબ ફાયદો થાય છે.

કોલેજમાં સાથે રહીને તમે એકબીજાને સારી રીતે સમજી શકો છો. એવામાં તમને પાર્ટનર સાથે રહેવાનો સમય મળે છે અને તમે ભવિષ્ય અંગે વિચારી શકો છો. જેથી તમે તમારી આખી લાઇફ એક સાથે પસાર કરી શકો તેમજ બની શકે છે તમને ખબર પડી શકે કે તમારો સબંધ આગળ વધારવો કે નહીં.