રોજ રાત્રે કરશો આ કામ, તો પાર્ટનર થઇ જશે ખુશ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • રોજ રાત્રે કરશો આ કામ, તો પાર્ટનર થઇ જશે ખુશ

રોજ રાત્રે કરશો આ કામ, તો પાર્ટનર થઇ જશે ખુશ

 | 6:06 pm IST

વ્યસ્ત લાઇફને લઇને આજકાલ લોકોની પાસે એટલો પણ સમય નથી હોતો કે તેના પાર્ટનર કે પરિવારને થોડોક સમય આપી શકે. જેને કારણે કેટલીક સંબંધમાં અણબનાવ થવા લાગે છે. તેમજ સંબંધ તૂટી જવા પર વાત આવી જાય છે. પરંતુ જો તમારી સાથે પણ કઇક આવું થઇ રહ્યું છે તો ડરશો નહીં. રોજ રાત્રે આ 5 કામ કરવાથી તમારા પાર્ટનરને તમે નજીક લાવી શકો છો.

ભોજન
હંમેશા કોશિશ કરો કે તમારા પાર્ટનરની સાથે રાતનું ડિનર કરો. દિવસભર કામની વ્યસ્તતાને લઇને ભલે તમને એકબીજા માટે સમય ન મળે પરંતુ રાત્રે દરેક કામ કર્યા બાદ એક સાથે ભોજન કરી શકો છો અને તમારી વચ્ચેની દૂરીનો પણ અંત આવી શકે છે.

પ્રેમથી વાત
તમે ઇચ્છો છો કે તમારા પાર્ટનર તમારી ભાવનાની કદર કરે તો તમે તેમની સાથે પ્રેમથી વાત કરવી જોઇએ. હંમેશા કોશિશ કરો કે મોટામાં મોટા વિવાદ પ્રેમથી વાત કરવાથી અંત લાવી શકો છો.

સ્પેશ્યલ ફીલ કરાવો
તમારા પાર્ટનરને સ્પેશ્યિલ ફીલ કરાવો. તેને જણાવો કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો. સાથે જ તમને તેની ચિંતા પણ રહે છે. આવું તમે રાત્રે તમારા પાર્ટનરની ફેલરિટ વાનગી બનાવીને પણ સ્પેશ્યિલ ફીલ કરાવી શકો છો.

કંજૂસી ન કરો
આઇ લવ યુ બોલવામાં બિલકુલ પણ કંજૂસી ન કરો. જ્યારકે સમય મળે ત્યારે તમારે પ્રેમ વ્યક્ત કરવો જોઇએય આ ફક્ત એક શબ્દ જ નથી પરંતું બીજા વ્યક્તિને એહસાસ અપાવે છે કે તેને તમે મિસ કરી રહ્યા છો. સૌથી જરૂરી વાત કે તમારે રાત્રે ફ્રી થઇને નહીં પણ તમે ગમે ત્યારે આઇ લવ યુ કહી શકો છો.