Relationship Is oral intimacy safe during pregnancy? Learn, Expert opinion
  • Home
  • Featured
  • ઓરલ સેક્સ પ્રેગનેન્સી દરમિયાન કરવું સુરક્ષિત છે કે નહીં? ખાસ વાંચવા જેવું

ઓરલ સેક્સ પ્રેગનેન્સી દરમિયાન કરવું સુરક્ષિત છે કે નહીં? ખાસ વાંચવા જેવું

 | 3:50 pm IST

માતા- પિતા બનનારા ઘણા કપલ્સ જ્યારે ઇન્ટરકોર્સ તે યૌન સંબંધ બનાવી શકતા નથી. તો તે ઓરલ સેક્સનો સહારો લે છે. પરંતુ પ્રેગનેન્સીની અવસ્થામાં ઓરલ સેક્સ કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. એવું એક્ષપર્ટનું કહેવું છે. જે મહિલાઓ પ્રેગનેન્ટ છે, તેને આ વાત જાણવી ખૂબ જરૂરી છે કે આ અવસ્થામાં ઓરલ સેક્સથી શુ નુકસાન થઇ શકે છે.

સૌથી પહેલા તો જણાવી દઇએ કે પ્રેગનેન્સી દરમિયાન સેક્સ કરવું બિલકુલ સુરક્ષિત છે. આ વાત અલગ છે કે પેટ વધવાની સાઇઝના કારણથી પોઝિશન બદલવી થોડીક મુશ્કેલ હોય છે. પરંતુ પ્રેગનેન્સીના સ્ટેજમાં પણ કેટલીક એવી પરિસ્થિતિઓ હોય છે. જેમા કપલ્સ ઇન્ટરકોર્સ કરી શકતા નથી. જેથી કેટલાક એવા કપલ્સ ઇન્ટરકોર્સની જગ્યાએ ઓરલ સેક્સ અને અન્ય વસ્તુઓનો સહારો લે છે.

તો શુ પ્રેગનેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે? આ અંગે યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ, ગાઇનેકોલોજી એન્ડ રિપ્રોડક્ટિવ સાયન્સના એક એક્ષપર્ટનું કહેવું છે કે જો ઓરલ સેક્સ દરમિયાન સાવધાની રાખવામાં આવે થો આ ભ્રૂણ અને મા બન્ને માટે સુરક્ષિત છે.

જો મેલ પાર્ટનર ફીમેલ પ્રાઇવેટ પાર્ટમાં એર બ્લો કરે છે તો તેનાથી પ્રેગનેન્ટ મહિલાને મુશ્કેલી થઇ શકે છે. એવુ એટલા માટે કારણકે ફીમેલ પ્રાઇવેટ પાર્ટમાં રહેલી રક્ત કોશિકાઓ પ્રેગ્નેન્સી અવસ્થામાં પહેલાથી વધારે ફેલાયેલી હોય છે. એવામાં વજાઇનામાં એર બ્લો કરવાથી એર એમ્બોલિજમ થઇ શકે છે. તેનાથી રક્ત કોશિકાઓ બ્લોક થઇ શકે છે. તેનાથી કાર્ડિયોવસ્કુલર સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે. ઘણા મામલામાં તો મોત પણ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન