કિસ ડે પર પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા આ રીતે કરો સેલિબ્રેશન - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • કિસ ડે પર પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા આ રીતે કરો સેલિબ્રેશન

કિસ ડે પર પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા આ રીતે કરો સેલિબ્રેશન

 | 7:46 pm IST

વેલેન્ટાઇન વીકની શરૂઆત થતા કેટલાક કપલ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે તૈયારીમાં લાગી જાય છે.આ રોમેન્ટિક માહોલમાં કપલ્સ પોતાના પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરવવા માંગે છે. તેના માટે પણ પ્લાનિંગ જોર શોરથી કરે છે. જોકે વેલેન્ટાઇન વીકનો દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ વાત 13 ફેબ્રુઆરી એટલે કે કિસ ડેની કરીએ તો આ એક અવી તક હોય છે જ્યારે કપલ્સ રોમેન્ટિક થઇ જાય છે. આ દિવસે કપલ્સ રોમેન્ટિક થઇ જાય છે. કિસ ડેના દિવસે તમને તમારા પાર્ટનરથી કિસ મળી જાય તો શ કહેવું..

જો પાર્ટનર સાથે આ તમારો પહેલો વેલેન્ટાઇન વીક અને પહેલો કિસ ડે છે તો તે મહત્વપૂર્ણ થઇ જાય છે. તમારે તમારા પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે કઇક ખાસ કરવું પડશે. આ દિવસની શરૂઆત થતા જ તમે પાર્ટનરને રોમેન્ટિક મેસેજ અને વોલપેપર સેન્ડ કરી શકો છો. તે સિવાય તમે તમારા પાર્ટનરને આ ટિપ્સથી પણ કિસ ડેના દિવસે ખુશ કરી શકો છો.

કેન્ડલ લાઇટ ડિનર
આ દિવસે તમે તમારા પાર્ટનરની સાથે કોઇ સારા રેસ્ટોરન્ટ કે હોટલમાં કેન્ડલ લાઇટ ડિનર પર લઇ જઇ શકો છો. આ દિવસે તમે તમારા પાર્ટનર માટે રેસ્ટોરન્ટમાં પણ સરપ્રાઇઝ આપી શકો છો.

આઉટિંગ
કિસ ડેના દિવસે તમે પાર્ટનર સાથે આઉટિંગ પ્લાન કરી શકો છો. આ દિવસે તમે તમારા કોઇ રોમેન્ટિક પ્લેસ પર ફરવા જઇ શકો છો. કિસ ડેના બીજા દિવસે વેલેન્ટાઇન ડે હોય છે જે તો આઉટિંગનો આ પ્લાન વધારે સ્પેશ્યલ થઇ જશે.

લોન્ગ ડ્રાઇવ
કિસ ડેના દિવસે તમે તમારા પાર્ટનરની સાથે એક લોન્ગ ડ્રાઇવ પર પણ જઇ શકો છો. જેથી તમને તમારા પાર્ટનર સાથે સમય પસાર કરવાનો ટાઇમ પણ મળી શકો છે.

પ્રાઇવેટ ટાઇમ
તો આ દિવસે તમારે પ્રાઇવેટ ટાઇમ સ્પેન્ડ કરવા માટે પણ પ્લાન કરવો જોઇએ. જેથી તમારા વચ્ચનો પ્રેમ વધી શકો છે અને તમે તમારા મનની વાત તમારા પાર્ટનર સાથે શેર કરી શકો છો.

કિસીંગ ટોયસ
યુવતીઓને સોફ્ટ ટોય ઘણાં પસંદ હોય છે. તમે તમારી પત્ની અને ગર્લફ્રેન્ડ માટે કિસિંગ ટોય અને ડોલ્સ પણ ગિફ્ટ કરી શકો છો. તો યુવતીઓ પણ આ દિવસે પોતાના પાર્ટનર માટે ગિફ્ટ લઇ શકે છે.